Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

હડતાલ રોકી દેવા બેન્ક કર્મીઓને એક પગાર એરિયર્સ ચુકવવામાં આવ્યો

૧૮% પગાર વધારાની માગણી સામે ૯ % ચુકવણાથી ભવાં ચડ્યાં : કર્મચારી યુનિયનને ૨૪ મીએ, ઓફિસર યુનિયનને ૧૮મીએ બોલવાયા

મુંબઇ,તા.૧૧:બેન્ક કર્મચારીઓના યુનિયનોએ ૨૨મી ઓકટોબરે હડતાલનું એલાન કર્યું છે પરંતુ તે પૂર્વે જ એક નાટયાત્મક દ્યટનાક્રમમાં તમામ બેન્ક કર્મચારી અને ઓફિસરોના ખાતામાં એક પગાર એરિયર્સ સ્વરૂપે જમા કરાવી દેવામાં આવ્યો છે. કર્મચારી યુનિયનોના પ્રતિનિધિઓને ૧૪મીએ અને ઓફિસર યુનિયનોના પ્રતિનિધિઓને ૧૮મીએ ચર્ચા માટે બોલાવાયા છે. ત્યારે સમાધાન સ્વરૂપે હડતાલ પાછી ખેંચવા સિવાય કોઈ વિકલ્પ બાકી નહીં રહે તેવું બેન્ક કર્મચારીઓમાં ચર્ચાય રહ્યું છે. હડતાલની હવા કાઢી નાખવા એરિયર્સ ચૂકવી દીધાનું કર્મચારીઓ માને છે.  બેન્ક કર્મચારીઓના કુલ ૯ યુનિયન છે. ચાર યુનિયન ઓફિસરોના અને ચાર યુનિયન કલાર્ક સહિતની કેડરના કર્મચારીઓના છે. નવમું યુનિયન ઓફિસરો અને કર્મચારીઓનું સંયુકત છે. તેમાં એસબીઆઈના કર્મચારી અને ઓફિસરો પણ છે. ઓફિસરોના ચાર યુનિયન દ્વારા સપ્ટેમ્બરમાં હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ ઉપરથી આદેશ આવી જતાં હડતાલ પાછી ખેંચાઈ હતી.  ત્યારબાદ કર્મચારીઓના ચાર યુનિયન દ્વારા ૨૨મી ઓકટોબરે હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. અલબત્ત્। કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓને ૧૪મીએ મંત્રણા કરવા બોલાવ્યા છે. અગાઉ ૧૫મીએ બોલાવ્યા હતા પરંતુ તારીખ બદલીને ૧૪મીએ બોલાવી લીધા છે. જયારે ઓફિસર યુનિયનના પ્રતિનિધિઓને ૧૮મીએ મંત્રણા માટે બોલાવ્યા છે.

યુનિયનોની માગણી ૧૮% પગાર વધારાની છે. તે પૂર્વે ૩, ઓકટોબરે તમામ કર્મચારી અને ઓફિસરોના ખાતામાં સરકારે એક પગાર એરિયર્સ તરીકે જમા કરાવી દીધો છે. આ વધારો લગભગ ૯ ટકા જેટલો છે. કર્મચારીઓમાં એવો ગણગણાટ છે કે ખાતામાં પૈસા આવી ગયા તેના કારણે દ્યણા કર્મચારીઓ હડતાલમાં જોડાઈ નહીં તેવી શકયતા છે.

(11:41 am IST)