Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મંદીની બૂમ વચ્ચે ફટાકડાની કિંમતમાં ર૦ ટકા જેટલો ભાવ વધારો

શિવાકાશીમાં ભારે વરસાદના કારણે ફટાકડાના ઉત્પાદન પર અસર

મુંબઇ તા. ૧૧ :.. નવલી નવરાત્રીનું પર્વ પુર્ણ થતાં હવે સુરતીલાલઓ દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા છે. તો બીજી તરફ દિવાળીની રોનક વધારતા ફટાકડાઓનું પણ શહેરની માર્કેટોમાં આગમન થઇ ચૂકયું છે. બજારમાં વર્તાય રહેલી રોકડની તંગી વચ્ચે પણ દિવાળીના શુકનવંતા પર્વે સારી ઘરાકીનો આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે. આ બધા વચ્ચે દક્ષિણના રાજયોમાં ઉભી થયેલા પુરની સ્થિતીના કારણે ફટાકડાના ઉત્પાદનને ફટકો પડવા સાથે ખાસ્સુ નુકશાન પણ થયું હોય ર૦ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.તમિલનાડુમાં આવેલા શિવાકાશી એ ફટાકડાના ઉત્પાદન માટે એશિયાનું નંબર વન હબ ગણાય છે. જો કે આ વર્ષે શિવાકાશીમાં ભારે વરસાદના કારણે ફટાકડાની ફેકટરીઓ ચાર મહિના બંધ રહી હતી. જેની સીધી અસર ફટાકડાના ઉત્પાદન પર થતા આ વર્ષે ફટાકડાની કિંમતમાં ર૦ ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. લેબર અને પ્રિન્ટીંગ ચાર્જમાં વધારાની અસર પણ ફટાકડાની કિંમત ઉપર વર્તાય રહી છે.જો કે દિવાળી શુકવંતો તહેવાર છે. આગામી વર્ષ સુખ, સંપતિ અને બરકત વાળુ રહે એવી પ્રાર્થના અને આશાવાદ સાથે વિતેલા વર્ષની તમામ નકાત્મતાને બાજુએ મૂકી ઉજવણી કરાતી હોય છે. અ બધી બાબતો જોતા ફટાકડા બજાર પણ સારા વેપારની આશા સેવી રહ્યું છે.

માર્કેટમાં હવે છેલ્લી ઘડીની ખરીદીનો ટ્રેન્ડ

ફટાકડાના વેપારી જુનેદભાઇએ જણાવ્યું હતું કે પહેલા શહેરીજનો કોઇપણ તહેવાર હોય તેની ખરીદી ૧પ-ર૦ દિવસ અગાઉથી  જ કરી લેતા હતા પણ હવે સમય બદલાયો છે હવે સુરતીલાલાઓ તહેવારને આડે બે-ચાર દિવસ બાકી હોય ત્યારે જ ખરીદી કરવા નીકળે છે., જેથી હવે પહેલા જેવી માર્કેટમાં ઘરાકી કહો કે ખરીદી લાંબી રહી નથી. ફટાકડાનું માર્કેટ પણ હાલ સ્લો મોશનની જેમ ચાલી રહ્યું છે.

(11:36 am IST)