Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ટ્વીટર કે ફેસબુક વાપરતા હોય તો ધ્યાન રાખજો ... તમારો ફોન અને ઇ-મેઇલ ડેટા લીક થઇ શકે છે

એગ્રીમેન્ટ વાંચ્યા વગર કરેલી એકાદ કલિક મોંઘી પડી શકે છે : ઓથેન્ટીકેશનમાં અપાતી વિગત કંપની પાસે પહોંચી જાય છે : હેકર્સ તેનો ઉપયોગ કરી સ્પામ કોલ્સ, સીમ સ્પૈપિંગ એટેક કરી તમને છેતરી શકે છે

રાજકોટ તા. ૧૧ : 'જે પોષતુ તે જ મારતુ' એ ઉકિત સોશ્યલ મીડીયામાં પણ લાગુ પડી શકે છે. ટ્વીટર કે ફેસબુક વાપરનારાઓના ફોન અને ઇ-મેઇલના ડેટા લીક થઇ જવાની પુરી શકયતા રહેલી છે.

તાજેતરમાં બહાર આવેલ વિગતો મુજબ આવા લાખો યુઝર્સની ઓળખ છતી થઇ ગઇ છે. ખાસ કરીને ટ્વીટરને તો બ્લોગ પોષ્ટ મુકીને એકરાર પણ કરી લીધો છે કે મોટી સંખ્યામાં યુઝર્સના નંબર અને ઇ-મેઇલ તેઓએ માર્કેટીંગ કંપનીઓને આપી દીધા છે.

ફેસબુક એવુ કહે છે કે અસુરક્ષિત સર્વરના કારણે ફેસબુક એકાઉન્ટ સાથે અપાયેલો ફોન નંબર બીજા લોકો સુધી આસાનીથી પહોંચી શકે છે.

ટ્વીટર અને ફેસબુકના આવા ખુલાસાઓથી સોશ્યલ મીડીયામાં રચ્યા પચ્યા રહેનારા લાખો યુઝર્સની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ટ્વીટરે આ મામલે દીલગીરી વ્યકત કરી માફી માંગીને યુઝર્સનો આક્રોશ ભલે સમાવી દીધો હોય પરંતુ એડવર્ટાઇઝમેન્ટવાળાઓ સુધી ગમે તેમના ફોન નંબર અને ઇ-મેઇલ પહોંચી જતા હોય તો તે ગંભીર બાબત બની જાય છે. ખાસ કરીને ટ્વીટર કે ફેસબુકમાં જયારે લોગીન થવાનું હોય ત્યારે યુઝર દ્વારા નામ અને પાસવર્ડની સાથે જે ઓર્થેન્ટીકેશન માટે જે સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી ડેટા લીક થઇને માર્કેટીંગ કંપનીઓ સુધી પહોંચી જાય છે. આવો ડેટા એક વખત હાથ લાગ્યા પછી હેકર્સ તેનો સ્પામ કોલ્સ, સીમ સ્પૈપિંગ હુમલા કરીને તમને છેતરી શકવામાં સફળ થઇ શકે છે.

ફેસબુક પર ૪૧ કરોડ યુઝર્સનોડેટાબેસ સર્વર પર સ્ટોર કરાયો હતો. જેમાં યુઝર્સના ફોન નંબર અને ઇ-મેઇલ સહીતની વિગતો હતો. આ સર્વર અસુરક્ષિત પુરવાર થવાથી આ બધો જ ડેટા લીક થઇ ગયો છે. અમેરીકામાં તો ફેસબુકની આ બેદરકારી બદલ પ અરબ ડોલરનો દાવો પણ કરી દેવામાં આવ્યો છે.

માટે સોશ્યલ મીડીયામાં એગ્રીમેન્ટ બરાબર વાંચ્યા વગર કયારેય કલિક નહીં કરવા કે ઓકે બટન નહીં દબાવવા સાઇબર સીકયોરીટી એકસપર્ટ અભિષેક ધામાઇએ અનુરોધ કરેલ છે.

(11:35 am IST)