Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ઉત્તરાખંડમાં ૧૦૦ નેતાઓને ભાજપમાંથી હાંકી કાઢયા

પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા સામે પ્રથમ વખત મોટાપાયે આકરી કાર્યવાહી

દહેરાદુન : ઉત્ત્।રાખંડમાં પંચાયતોની ચૂંટણી ટાણે જ શાસક ભાજપે છેલ્લા દસ દિવસમાં પક્ષના સત્ત્।ાવાર ઉમેદવાર સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા ૧૦૦ જેટલા નેતાઓ-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. ભાજપે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બળવાખોરો સામે શિસ્તભંગનાં પગલાં લીધાં હતા.

 ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂ અને ઉત્ત્।રાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંદ્ય રાવત ૧૪મીએ દહૂરાદૂનની મુલાકાતે આવવાના છે અને એ સમયે પંચાયતી ચૂંટણીની ચર્ચા થશે. આ બેઠકમાં પક્ષના ઉત્ત્।રાખંડના તમામ સાંસદો, ધારાસભ્યો અને ચૂંટણીના ઉમેદવારોને હાજર રહેવાની તાકીદ કરાઇ હતી. 

(11:32 am IST)