Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શારિરિક સંબંધ હોવા છતા કોઇ સાથે પ્રેમ સંબંધ તોડવો એ અપરાધ નથી

દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદોઃ પ્રેમીનો ત્યાગ કરવો ઘૃણાસ્પદ છે પણ અપરાધ નથી : દુષ્કર્મના મામલામાં આરોપીને છોડી મૂકી કોર્ટે રાહત બક્ષી

નવી દિલ્હી તા.૧૧: શારીરીક સંબંધો બાંધ્યા પછી પ્રેમી કે પ્રેમીકાને છોડવી તે ઘૃણાસ્પદ કહી શકાય પણ તે ગુનો નથી દુષ્કર્મના કેસમાં આરોપીને છોડી મુકવાના  નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટે આ ટીપ્પણી કરી હતી.

જસ્ટીસ વિભૂ બાખરૂએ કહ્યુ કે યૌન સંબંધો છતા પ્રેમીનો ત્યાગ કરવો ઘૃણાસ્પદ હોઇ શકે પણ તે ગુનો નથી. હાઇકોર્ટે કહ્યુ કે મહિલાએ લગ્નનું વચન આપીને શારિરીક સંબંધો બનાવવાનો આરોપ આરોપી સાથે પોતાના યૌન સંબંધો વાજબી ગણાવવા માટે કર્યો છે કોર્ટે કહ્યુ કે એફઆઇઆર નોંધાવ્યા પછી મહિલાએ  તબિબી તપાસની ના પાડી  હતી.

હાઇકોર્ટે મહિલાની દલીલો કે જેમા તેણે કહ્યુ હતુ કે યૌન સંબંધ માટે તેની સંમતિ સ્વૈચ્છીક નહોતી પણ લગ્નનું વચન આપીને લેવાઇ હતી. તેેને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યુ છે કે દુષ્કર્મની કથિત પહેલી ઘટનામાં ત્રણ મહિના પછી ૨૦૧૬માં મહિલા સ્વૈચ્છાએ આરોપી સાથે હોટલમાં ગઇ હતી. એટલે મહિલાના આરોપોમાં કોઇ દમ નથી કે લગ્નનું વચન આપીને તેની સાથે યૌન સંબંધો બાંધ્યા હતા.

આ કેસની વિગતો અનુસાર, મહિલાએ વર્ષ ૨૦૧૬માં પોલીસમાં ફરિયાદ કરી હતી કે આરોપી લગ્નનું વચન આપીને તેની સાથે લાંબ સમય સુધી દુષ્કર્મ કર્યુ હતુ. તે આરોપીની મા ંને મળવા તેના ઘરે ગઇ હતી પણ તેની માં ત્યારે ઘરે ન્હોતી તેનો ફાયદો ઉઠાવીને આરોપીએ તેની સાથે પહેલીવાર દુષ્કર્મ કર્યુ હતુ. આના ત્રણ મહિના પછી આરોપી તેને હોટલમાં લઇ ગયો અને ત્યાં પણ યૌન સંબંધો બાંધ્યા હતા. કેટલીયવાર શારિરીક સંબંધો બાંધ્યા પછી પેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે મહિલાના માતા પણ તેના લગ્ન આરોપી સાથે કરવા તૈયાર નહોતા.

(11:32 am IST)