Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાશ્મીર મુદ્દે બ્રિટિશ નેતા સાથે મુલાકાતથી ભાજપના પ્રહાર બાદ કોંગ્રેસે કર્યો ખુલાસો

કાશ્મીરમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ થવો જોઇએઃ કોર્બીન

 

નવી દિલ્હી : જમ્મૂ કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરવા પર લેબર પાર્ટીના સાંસદ કૉર્બિનથી કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત કરી છે. મુલાકાત કાશ્મીરને લઇને થયા બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું હતું કે  કોંગ્રેસે દેશને જવાબ આપવો જોઇએ. ત્યારે પ્રતિનિધિ મંડળની મુલાકાત બાદ કોંગ્રેસે ખુલાસો કર્યો છે

    કોંગ્રેસે કહ્યું કે કાશ્મીરથી જોડાયેલી ઘટના દેશનો આંતરિક મામલો છે. લેબર પાર્ટીના કાશ્મીર સંબંધી પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. 6 ઓગસ્ટે કોંગ્રેસે કાશ્મીર મામલે પ્રસ્તાવ મુક્યો હતો. કાશ્મીર આંતરિક મામલો હોવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. સાચી સ્થિતિ છૂપાવવા ભાજપ જૂઠ્ઠાણુ ફેલાવી રહી છે.

   બ્રિટનની લેબર પાર્ટીના નેતા કોર્બીને ટ્વિટ કર્યુ હતું. કોંગ્રેસ સાથે બેઠક સારી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીરમાં માનવ અધિકાર પર ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસની લેબર પાર્ટી સાથેની બેઠક અંગે ભાજપે પ્રહાર કર્યા હતા. કોર્બીને કહ્યું કે પ્રદેશમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ થવો જોઈએ અને હિંસાનો તબક્કો સમાપ્ત થવો જોઈએ. સમગ્ર મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

(11:21 pm IST)