Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

નેટવર્ક ૧૮ ગ્રુપના સ્થાપકો માહેના રાઘવ બહલના ઘરે-ઓફિસે દરોડા

કરચોરીના સાણસામાં જાણીતા પત્રકાર સપડાયા

નવી દિલ્હી તા.૧૧: ગુરૂવારે સવારે આવકવેરા વિભાગની ટીમે નેટવર્ક ૧૮ ગ્રુપના સ્થાપકોમાના એક પત્રકાર અને ધ કિંવટ વેબસાઇટના માલિક રાઘવ બહલના નોએડામાં આવેલ ઘર અને ઓફિસ પર દરોડા પડયા છે. ખબર પ્રમાણે રાઘવ અત્યારે મુંબઇમાં છે અને દરોડાની જાણ થતા દિલ્હી પાછા આવી રહયા છે. આવકવેરા વિભાગની ટીમ ટેક્ષને લગતા દસ્તાવેજો તપાસવા તેમના ઘરે અને ઓફિસે પહોંચી છે.

આવકવેરા વિભાગ હાલમાં કરચોરી માટે બહુ કડક થઇ ગયેલ છે. બુધવારે દિલ્હીના પરીવહન પ્રધાનના ઘરે પણ આ બાબતે દરોડો પાડયો હતો. આમ આદમી પાર્ટીએ તેને કેન્દ્ર સરકારનો રાજકીય એજંડા કહયો હતો. મુખ્ય પ્રધાન કેજરીવાલે ઇન્કમ ટેક્ષ રેડ બાબતે વડા પ્રધાન પર નિશાન તાકતા કહયું કે તમે સત્યેન્દ્ર અને મનીષના ઘેર દરોડા પડાવ્યા હતા ત્યાંથી તમને કંઇ મળ્યું હતું?

રાઘવ બહેલના ઘરે દરોડો પડયો ત્યારે તે મુંબઇમાં હતા. આ માહિતી મળતા તેમણે આવકવેરા અધિકારી સાથે વાત કરીને કહયું કે તેમના દસ્તાવેજો અને પત્રકારત્વ સાથે જોડાયેલ સંવેદનશીલ ઇ-મેઇલને કબ્જે ન કરવા રાઘવ બહલે આ મામલો એડીટર્સ ગીલ્ડમાં લઇ જવાની વાત કરે છે. તેમણે કહયું કે હું દિલ્હી પાછો આવી રહયો છું અને અધિકારીને ફોન દ્વારા કોઇપણ કાગળનો ફોટો નહિ પાડવાની વિનંતી કરી છે.

(3:35 pm IST)