Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હત્યાઓની હારમાળા સર્જી દિલ્હીને ધણધણાવાનું કાવત્રુ ઝડપાયું

જલંધરની એન્જીનીયરીંગ કોલેજમાંથી ૩ કાશ્મીરી આતંકીઓ ઝડપાયાઃ પંજાબ-દિલ્હીમાં ખોફ સર્જવા અલકાયદાનું ગજવત-ઉલ-હિન્દ સક્રિય

ચંદીગઢઃ પંજાબ અને દિલ્હી પોલીસે રાજધાનીમાં દહેશત ફેલાવવાના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. ખબરો અનુસાર પોલીસે જલંધરની એન્જીનીયરીંગ કોલેજમાંથી ૩ કાશ્મીરી આતંકવાદીને ઝડપી લીધા છે. જેમને દિલ્હીમાં દહેરાત ફેલાવવાની સાથે મોટી હસ્તીઓને મારવાની જવાબદારી સોંપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સ્વાતંત્રય દિવસના અવસર પર પણ દિલ્હીમાં ધડાકા કરવાના મકસદથી જમ્મુથી દિલ્હી આવી રહેલ એક આતંકવાદી પકડાઇ ગયો હતો, જેની પાસેથી ૮ હેન્ડ ગ્રેનેડ અને ૬૦ હજાર રૂપિયા રોકડા ઝડપી લેવાયા હતા. હવે આ આતંકવાદીઓ પકડાઇ જવાથી એક મોટુ કાવતરૂ પકડાયું છે.

 ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી જોકર મુસા આ આતંકવાદીઓ દ્વારા દેશભરમાં દહેરાત ફેલાવવા ઇચ્છે છે. જમ્મુમાં પકડાયેલા આતંકવાદી પાસેથી મળેલી માહિતી પ્રમાણે આતંકવાદીઓએ ચંદીગઢ અને દિલ્હી માટે કેટલાક હથીયારો મોકલ્યા છે.

 કુખ્યાત આતંકવાદી સંગઠન અલકાયદાએ કાશ્મીરમાં પણ પોતાની હાજરી જાહેર કરતા અસાંર ગજવતઉલહિંદના નામે એક અલગ સંગઠન તૈયાર કર્યું જેનો હિંદમાં અર્થ થાય છે. હિન્દુસ્તાન તબાહી આ સંગઠનના લીડર તરીકે હિજબુલ મુજાહિદીનમાંથી કાઢી મુકાયેલ જાકીર મુસાને બનાવાયો છે. તેના નિશાન પર પંજાબ અને દિલ્હીમાં એક મોટા ધડાકાની તૈયારીમાં હતા ખાલી જાકીર મુસાના ઇશારાની રાહ જોવાઇ રહી હતી. (૪૦.૧૦)

(3:32 pm IST)