Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજસ્થાન ભાજપના નેતા માનવેન્દ્રસિંહ 13મીએ કોંગ્રેસમાં જોડાવાની શક્યતા

જયપુર :ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે. માનવેન્દ્ર સિંહ 13મી ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સંગઠન મહાસચિવ અશોક ગહલોતની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પેહલા જ  જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ ભાજપ છોડવાનું એલાન પહેલા જ કરી ચુક્યા છે.

(2:39 pm IST)