Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

યુએનમાં અમેરિકન રાજદૂતપદે પાંચ નામની ચર્ચા:ડિના પોવેલ લઈ શકે નિક્કી હેલીનું સ્થાન

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે નિક્કી હેલીનું સ્થાન લેવા માટે તેમના વિચારમાં પૂર્વ ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડિના પોવેલ સહિત પાંચ લોકોના નામ ધ્યાનમાં છે. નવા ચહેરાની પસંદગી કરવામાં નિક્કી હેલી અમારી મદદ કરશે. જો કે ટ્રમ્પે બાકીના ચાર નામ કયા છે તે અંગે કોઇ ચોખવટ કરી ન હતી.

(1:17 pm IST)