Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સ્પેનના મેજોર્કા આઈલેન્ડમાં પૂરપ્રકોપ : ૧૪ મોત : ૨૦ લોકો ગૂમ

સ્પેનના મેજોર્કા આઈલેન્ડમાં મંગળવારે રાત્રે આવેલા ભારે વરસાદને અને પૂરે મોટી માત્રામાં વિનાશ વેર્યો છે. વિનાશકારી પૂરને લીધે અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થઈ ચૂકયા છે. જયારે ૨૦ જેટલા લોકો ગુમ થયા છે. લોકલ મીડિયાના અહેવાલ પ્રમાણે સરકારે હજારો સૈનિકો, ૮ વાહનો, બોટ અને હેલિકોપ્ટર લોકોને રેસ્કયુ કરવા માટે મોકલવામાં આવ્યા છે.(૩૭.૫)

 

(11:48 am IST)