Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કેન્દ્રિય પ્રધાન એમ.જે. અકબરની રવાનગી નિશ્ચિત

Me Too નો પ્રથમ મોટો ભોગ મોદી કેબીનેટમાંથી લેવાશેઃ મહિલા પત્રકાર સાથે છેડછાડમાં તમામ હદ વળોટી નથી : ગઝાના વાહબ નામની મહિલા તંત્રીના અતિ ગંભીર આક્ષેપો સામે બચાવ થઇ શકે તેમ નથી ! ૭-૭ મહિલા પત્રકારો સાથે જાતીય સતામણી

નવી દિલ્હીઃ તાજેતરમાં જ જેમના ઉપર જાતીય સતામણીના આરોપોએ ખળભળાટ મચાવ્યો છે તેવા કેન્દ્રીય કેબીનેટ પ્રધાન અને જાણીતા પત્રકાર-લેખક એમ.જે. અકબરને રાજીનામુ આપી દેવા કહેવાય ગયાનું ટોચના ભાજપના વર્તુળો કહે છે. અત્યારે શ્રી અકબર નાઈજીરીયાના સત્તાવાર પ્રવાસે છે. ત્યાંથી પરત ફરે એટલે તુરંત જ તેઓ સામેથી રાજીનામુ આપી દેશે તેમ મનાય છે. ગઝાના વાહળ નામની વરિષ્ઠ મહિલા પત્રકારે વિદેશી બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન એમ.જે. અકબર વિરૂદ્ધ તમામ પ્રકારની જાતિય સતામણીના ખૂલ્લા આક્ષેપો કર્યા હતા. એમ.જે. અકબર વિરૂદ્ધ ગઝાના વાહળ ઉપરાંત છ મહિલા પત્રકારોએ સેકસ્યુઅલ ટેરેસમેન્ટના આક્ષેપો કર્યા છે. ગઝાનાનો નંબર સાતમો છે. ગઝાના વાહળ 'ધ ફોસ' મેગેઝીનની એકઝીકયુટીવ એડીટર છે.

ગઝાના વાહળે એમ.જે. અકબર વિરૂદ્ધ ઓફિસમાં પરાણે ચૂંબન કરવાના, બથમાં લઈ લેવાના, તેના શરીર ઉપર તેની ઈચ્છા વિરૂદ્ધ હાથ ફેરવવા, દબાવવાના ગંભીર આરોપો મુકયા છે.

'ધ એશીયન એઇજ' અખબારમાં ૧૯૯૪ થી ૧૯૯૭ સુધી ગઝાના વાહબે કામ કર્યુ હતું. જેના એમ. જે. અકબર ફાઉન્ડર-એડીટર હતાં.

ગઝાનાએ આ બનાવ વર્ણવતા લખ્યું છે કે એમ. જે. અકબર તેમની વીકલી કોલમ લખતા ત્યારે મને તેની સામે બેસાડી રાખતા અને તેમને કોઇ શબ્દ વિશે જાણવું હોય ત્યારે એક ખુબ મોટી ડીકસ્નેરી ટેબલ શબ્દ વિશે પૂછતા એટલે માટે અડધા વાંકા વળી ડીકસ્નેરી જોવી પડતી એ વખતે મારો પાછળનો ભાગ તેમની સામે રહેતો. અચાનક અકબર મારી પાછળ આવી મારી કમર એક હાથે મજબૂત  પકડી રાખતા જેથી હું ઉભી થઇ શકતી નહિ અને મારી છાતીથી માંડી શરીર ઉપર તેઓ અશ્લિલતાની બધી હદ વળોટી જતાં.

એમ. જે. અકબર વિરૂધ્ધ સરકારમાં અંદરથી ભારે રોષ ઉઠયો છે અને તેમનો બચાવ થાય તેવી કોઇ શકયતા નથી જણાતી એટલે તેમને કેબીનેટમાંથી માનભેર નીકળી જવા તક અપાશે તેમ મનાય છે. (૨-૧૦)

(11:45 am IST)