Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પરપ્રાંતીયો પર હુમલા મામલે માનવ અધિકાર પંચની નોટિસ

માનવ અધિકાર પંચે ૨૦ દિવસની અંદર સંપૂર્ણ વિગતનો અહેવાલ રજૂ કરવા માટે કર્યો આદેશ

નવી દિલ્હી તા. ૧૧ : રાજયમાં પરપ્રાંતીયો પર હુમલાનો મામલો રાષ્ટ્રીય રાજકારણમાં પણ ગાજી ચૂકયો છે. ત્યારે હવે આ મામલે માનવ અધિકાર પંચ પણ સક્રિય થયું છે. સતત ૮ દિવસથી રાજયમાં બની રહેલા હુમલાના બનાવો બાદ માનવ અધિકાર પંચે રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા સહિત અમદાવાદ પોલીસ કમિશનરને પણ નોટિસ આપી છે. માનવ અધિકાર પંચે તમામ ઘટનાક્રમ અંગે ૨૦ દિવસની અંદર સંપૂર્ણ વિગતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

તાજેતરમાં પરપ્રાંતીયો પરના હુમલાઓ મામલે ડીજીપી શિવાનંદ ઝા હુમલાની ઘટનાઓને લઈ આકરા પગલા લેવાનું કહ્યું હતું. શિવાનંદ ઝાએ નિવેદન આપ્યું હતું કે, હુમલાની ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે, પરપ્રાંતીય લોકો કામ કરતા હોય તે સ્થળે સુરક્ષામાં વધારો કરવામાં આવશે. તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

(10:45 am IST)