Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

દસ માથાવાળા રાવણ સાથે તુલના કરી લગાવ્યા પોસ્ટર 'અલ્પેશ ઠાકોર તેરી ખેર નહીં'

વારાણસીઃ ગુજરાતમાં ઉત્ત્।ર ભારતીયો પર હુમલાથી બગડેલા માહેલ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોસ્ટર વોર શરૂ થઇ ગયેલ છે. 'મોદી ગુજરાતી બનારસ છોડો'નાં પોસ્ટર લગાડ્યાં બાદ બુધવારનાં રોજ ભગવા સેના રસ્તા પર ઉતરી આવી. ગુજરાતનાં કોંગ્રેસ વિધાયક અલ્પેશ ઠાકોરનું રાવણ રૂપી પોસ્ટર રજૂ કરવામાં આવ્યું. ત્યાં બીજી બાજુ યુવક કોંગ્રેસે એક નવા પોસ્ટર સાથે આચમન સંકલ્પ સત્યાગ્રહ કર્યો. ગુજરાત મામલાને લઇને પોસ્ટર વોર સાથે આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થઇ ગયેલ છે. ભારતીય જનતા યુવા મોરચાનાં શ્રીપતિ મિશ્ર તરફથી બુધવારનાં રોજ શહેરમાં લગાવવામાં આવેલ પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરને દસ માથાવાળા રાવણ દેખાડતા લખ્યું છે કે, 'અલ્પેશ ઠાકોર તેરી ખૈર નહીં.' પોસ્ટર દીવારો અને ચારે બાજુ પર લગાવવા સાથે સાથે યુવા મોરચાનાં કાર્યકર્તા આને લઇને માર્ગો પર ફરી વળ્યાં. પોસ્ટર રજૂ કરનાર શ્રીપતિ મિશ્રનું કહેવું એમ છે કે ગુજરાતમાં ષડયંત્ર અંતર્ગત ઉત્તર ભારતીયો પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. આને માટે કોંગ્રેસ વિધાયક અલ્પેશ ઠાકોર જવાબદાર છે. લોકસભા ચૂંટણીને જોતાં કોંગ્રેસ નિર્દોષ લોકો પર હુમલો કરાવીને પોતાની વોટ બેંક મજબૂત કરવામાં લાગી છે. ઉત્તર ભારત અને ગુજરાતનાં લોકોમાં કોઇ પણ પ્રકારની નફરત નથી. તેઓએ ચેતાવણી આપી છે કે જો અલ્પેશ ઠાકોર યૂપી-બિહારનાં લોકો પર હુમલો બંધ નહીં કરે તો બીજેપી યુવા મોરચાનાં કાર્યકર્તા માર્ગ પર ઉતરીને આંદોલન કરવા માટે તૈયાર થશે.(૨૧.૫)

(10:44 am IST)
  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST