Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સાઉદીને કારણે મહિનામાં ભારતમાં સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ?

ઇરાન પર અમેરિકાના પ્રતિબંધો બાદ પડેલી અછતને પૂરી કરવા માટે સાઉદી અરેબિયા હવે તૈયાર છે

નવી દિલ્હી તા. ૧૧ : દુનિયાનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ એકસપોર્ટર સાઉદી અરેબિયા આ વર્ષે નવેમ્બરમં ક્રૂડ ઓઈલના વધારાના ચાર મિલિયન બેરલ ભારતીય ક્રૂડ ઓઈલ ખરીદારોને સપ્લાય કરશે. સાઉદી અરેબિયાની આ વધારાની આપૂર્તિ એ વાતનો સંકેત આપે છે કે, ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો બાદ પડેલી અછતને પૂરી કરવા માટે સાઉદી અરેબિયા હવે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ઈરાન પેટ્રોલિયમ નિકાસ કરતા દેશો (ઓપેક)ના સંગઠનમાં ત્રીજો સૌથી મોટો ઉત્પાદક છે. ઈરાનનું સૌથી મોટું ગ્રાહક ચીન છે, તે પછી ભારતનું સ્થાન આવે છે. જોકે, ઘણી રિફાઈનરીઓએ સંકેત આપ્યા છે કે, પ્રતિબંધોને કારણે તે ઈરાનના બેરલ લેવાનું બંધ કરી દેશે.

સૂત્રોએ જણાવ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને મેંગલોર રિફાઈનરી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ નવેમ્બરમાં સાઉદી અરેબિયા પાસે ૧ મિલિયન બેરલ વધારે ક્રૂડ આપવા માગ કરી રહ્યા છે. રોયટર્સ મુજબ, સાઉદી અરેબિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ ઉત્પાદક સાઉદી અરામકોએ તેના પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે, ભારત સાઉદી અરેબિયા પાસેથી દર મહિને સરેરાશ ૨૫ મિલિયન બેરલ ક્રૂડ આયાત કરે છે.

ઈરાનની ક્રૂડની આપૂર્તિ પર નિર્ભરતાને જોતા ભારતીય રિફાઈનર પ્રતિબંધોની શરૂઆત બાદ ઈરાની ક્રૂડના નુકસાન વિશે ચિંતિત છે અને છૂટ માગી રહ્યા છે. દેશમાં રિફાઈનરીઓએ નવેમ્બરમાં ઈરાનમાંથી ૯ મિલિયન બેરલ ખરીદવાના આર્ડર આપ્યા છે.

સોમવારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, ૪ નવેમ્બરથી ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, ભારતની બે સરકારી કંપનીઓએ નવેમ્બર માટે ઈરાનના ક્રૂડ માટે કરાર કર્યો હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસી), મેંગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ)એ નવેમ્બરમાં આયાત માટે ૧.૨૫ મિલિયન ટન ઈરાની ક્રૂડ માટે કરાર કર્યો છે.

૨૦૧૭-૧૮માં ભારત દ્વારા આયાત કરાયેલા ૨૨૦.૪ મિલિયન મેટ્રિક ટન (મિલિયન ટન) ક્રૂડ ઓઈલમાંથી ૯.૪ ટકા ઈરાન પાસેથી ખરીદાયું હતું. દક્ષિણ અને મધ્ય એશિયાના રાજયના પ્રમુખ ઉપ સહાયક સચિવ એલિસ જી વેલ્સ મુજબ, અમેરિકાએ ઈરાન પાસેથી ઓઈલ આયાત કરવા અને ચાબહાર પોર્ટમાં રોકાણ કરવા માટે ભારતને મંજૂરી આપવા પર કોઈ નિર્ણય નથી લીધો. વેલ્સ ભારત-અમેરિકા '૨+૨' વાતચીત માટે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પેઓની સાથે પ્રતિનિધિ મંડળની સાથે આ મહિનાની શરૂઆતમાં નવી દિલ્હી આવ્યા હતા.

(10:43 am IST)
  • સબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST

  • અમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST