Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

નોરતુ બીજ

યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા શકિત રૂપેણ સંસ્થિતાઃ

હે માં દુર્ગા સોૈનું રક્ષણ કરજે...!

 દૈવી શકિતઓએ દૈત્યોની વિશાળ સેનાનો નાશ કર્યો.

એવામાં ભાગી છુટેલા દૈત્યરાજ દૂર્ગ વાદળોની પાછળ સંતાઇ જઇને ભયાનક વાવાઝોડું વહેતું કયું. માયાના બળે ધૂળ પથ્થર અને કાંકરાનો વરસાદ વરસાવવા લાગ્યો.

દૈત્યરાજની માયાવી શકિતને જગદંબાએ અદ્દભુત શકિતથી રોકી દીધી. આથી વધારે કોધે ભરાયેલાં દૂર્ગે વિશાળ વિન્ઘાયાચલ પર્વતના શિખરો ઉખેડી -ઉખેડીને દેવી ઉપર ફેંકવા લાગ્યો જેને મહાદેવીએ વ્રજના પ્રહારથી ભાંગીને ભુક્કો કરી નાંખ્યા.

દૂર્ગની માયાવી શકિત ક્ષીણ થવા લાગી આથી તેણે હાથીનું રૂપ ધારણ કરીને દેવીની સામે દોડયો. પર્વતાકાર હાથીને જોઇને દેવીએ તેને પાટાથી બાંધીને તેની સૂંઢ કાપી નાખી. કપાયેલાં નાકવાળા દુર્ગે ભેસનું રૂપ લીધું અને શિંગડાથી પર્વતને ઉખેડવા લાગ્યો.

દુર્ગના ઉપદ્રવથી સમસ્ત બ્રહ્માંડને વ્યાકુળ દેખીને દેવી ભગવતીમાએ દાનવ ઉપર ત્રીશુલનો ઘા કર્યો જેવું ત્રીશુલ ભેંસને લાગ્યું કે ભેંસનું રૂપ ત્યજીને હજારો ભુજાધારી પૂરૂષનું રૂપ લઇને દાનવ દૂર્ગ દેવીનો હાથ પકડીને આકાશ તરફ લઇ જવા લાગ્યો. આકાશમાં ઉંચે લઇ જઇને તેણે જગદંબાનો હાથ છોડી દીધો. અને ક્ષણ માત્રમાં બાણોની જાળ રચીને તેમાં ઘેરી લીધો. એ વખતે મહાવીરોએ પોતાના બાણ વડે દૈત્યની બાણજાળને ભેદીને એક એવું મહાબાણ માર્યુ કે જેમાં દૈત્ય બંધાઇ ગયો. મહાબાણ દૂર્ગની છાતીમાં ખુંપી ગયંુ. તેની આંખમાં અંધારા આવવા લાગ્યા, અત્યંત વ્યાકુળ થઇને જમીન પર જઇ પડયો. મહાપરાક્રમીને પૃથ્વી પર પડતો દેખીને દેવતાઓએ દુદંભી બજાવવા લાગ્યા, દૂર્ગના સંહારથી સમસ્ત સંસારમાં ઉલ્લાસ છવાઇ ગયો.

સુર્ય,ચન્દ્ર અને અગ્નિએ ખોયેલું તેજ પાછુ મેળવ્યુું. એ વખતે મહર્ષિઓ સાથે દેવો મહાદેવી પાસે આવ્યા. દેવીને પુષ્પોથી વધાવીને સ્તુતી કરવા લાગ્યા.

દેવતાઓની સ્તુતીથી પ્રસન્ન થયેલાં દેવી ભવાનીએ દેવતાઓને કહયું હે ! દેવગણ તમારો જે અધિકાર છીનવાઇ ગયો છે, તે આજથી પહેલાની જેમ ભોગવો.

તમારી સ્તુતીથી પ્રસન્ન થઇ હું વરદાન આપુ છું કે જે કોઇ મનુષ્ય પવિત્ર ભકિતભાવથી મારી સ્તુતિ દ્વારા સ્તવન કરશે તેના ઉપર ડગલે ને પગલે આવતી વિપતીઓનો નાશ કરીશ. અત્યંત દુર્ગમાં દુર્ગ એવા દૈત્યનો મે સંહાર કર્યો છે. જેથી હું દુર્ગા નામથી પ્રસિદ્ધ થઇશ. જે મારા ... દુર્ગાના ચરણે આવશે તેની કયારેય દુર્ગતિ થશે નહી.

આ પ્રમાણે વરદાન આપીને મહાદેવી અંર્તધ્યાન થઇ ગયા દેવતાઓ સ્વસ્થાને પધાર્યા.

દૂર્ગને મારનાર મહાદેવી દૂર્ગા નામે પ્રસિદ્ધ થઇને પુજાયા.

આઠમ, ચોૈદસ અને ખાસ કરીને મંગળવારે દૂર્ગતિનો નાશ કરનારી દૂર્ગાદેવીનું પુજન કરવું જોઇએ. નવરાત્રીના પ્રતિદિન દૂર્ગાદેવીનું પુજન કરવાથી વિઘ્નોનો નાશ થાય છે. એટલું જ નહી પરંતુ સદ્દબુદ્ધિની પ્રાપ્તી થાય છે.

દુર્ગાદેવીની વિધિવત પુજા કરવાથી મનુષ્યને જન્મ જન્માંતરના ફેરા ટળે છે.

મહાબળવાન અસુરનો તથા તેની મહાબળવાન સેનાનો નાશ કરનાર શકિત દેવીઓ, કાળરાત્રીનું સ્મરણ કરવાથી મહાભયાનક રોગ, શત્રુઓથી સુરક્ષીત રહે છે.

હે માં દુર્ગા અમે પ્રાર્થીએ છીએ કે, સર્વ પ્રાણીઓનું રક્ષણ કરીને ભારતના સંસ્કાર ધ્વજને અણનમ અને અડગ રાખવાની શકિત, સામર્થ્ય અને પ્રેરણા, દેશવાસીઓને આપીને દેશની સંસ્કૃતિને ઉન્નતિના શિખરે લઇ જા.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:25 am IST)
  • જમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST