Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હવે વ્હોટ્સએપ પર હેકિંગનો મંડરાતો ખતરો :કરોડો લોકોનો ડેટા જોખમમાં :વીડિયો કૉલથી થઈ શકે હેક

એક બગ જે વિડિઓ કોલ રિસીવ કરતા યુઝર્સના એકાઉન્ટનું એક્સેસ આપી રહયું છે

 

નવી દિલ્હી: તાજેતરમાં ફેસબુકના પાંચ કરોડ યૂઝર્સના એકાઉન્ટના ડેટા લિક થવાનો ખતરો ઊભો થયા બાદ હવે વ્હોટ્સએપ પર ખતરો મંડરાઈ રહ્યો છે. ટેક્નોલૉજી વેબસાઈટ ZDnet વ્હોટ્સએપ માટે હેકિંગનો ખુલાસો કર્યો છે. વેબસાઈટનું કહેવું છે કે,વ્હોટ્સએપમાં એક બગ જોવા મળ્યું છે જે યૂઝર્સના એકાઉન્ટનું એક્સેસ આપી રહ્યું છે. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે યૂઝર કોઈ ઈનકમિંગ વીડિયો કૉલને રિસીવ કરી રહ્યાં છે. આવામાં જો તમે પણ વીડિયો કૉલ કરતા હોય તો એલર્ટ થઈ જજો કારણ કે, હાલના સમયમાં વ્હોટએપ હેક થવાનો ખતરો સૌથી વધુ છે.

  ટેક રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રોયડ અને iOS પર યુઝ કરવામાં આવી રહેલા વ્હોટ્સએપમાં સૌથી પહેલા ઑગસ્ટમાં બગ દેખાયું હતું, જેને ફેસબુકે ઑક્ટોબરમાં રિપેર પણ કરી લીધું હતું. ફેસબુકે અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી એટલે વાતની જાણકારી નથી કે, બગ રિપેર થયા પહેલા હેકર્સે તેનો દુરુપયોગ કર્યો હતો કે નહીં.

  બગની ઓળખ કરનારા રિસર્ચર ટ્રેવિસ ઑર્મેડીએ ટ્વીટર પર લખ્યું છે કે, ‘એક મોટી વાત છે. માત્ર એક કૉલથી તમારું વ્હોટ્સએપ હેક થઈ શકે છે.’ જણાવી દઈએ કે, ગત વર્ષે સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકની સુરક્ષા ખામીઓને કારણે ઘણી આલોચના થઈ હતી

  તાજેતરમાં કંપની ફરી એકવાર ત્યારે ચર્ચામાં આવી જ્યારે 5 કરોડ એકાઉન્ડની સિક્યોરિટી પર ખતરો હોવાની વાત સામે આવી, જ્યારે બાદ કંપનીએ પોતાનું View As ફિચર હટાવી લીધું હતું.

 

(8:50 am IST)