Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

''કોમ્યુનીટી સેવા'': અમેરિકાના સમૃધ્ધ ગણાતા સિલિકોન વેલ્લી વિસ્તારમાં વસતા ૭૫૦૦ જેટલા ઘર વિહોણાં લોકોને ભોજન પુરૃ પાડતી સંસ્થાઃ ૨૨ સપ્ટેં.ના રોજ યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૩ લાખ ડોલર ભેગા થઇ ગયાઃ કોમ્યુનીટી એકટીવિસ્ટ શ્રી મહેશ નિહાલાનીને સેવાના ફાઉન્ડર શ્રી નાથ ગણેશના હસ્તે ''ટ્રિ ઓફ લાઇફ''એવોર્ડ આપી બહુમાન કરાયું

સિલિકોન વેલ્લીઃ ''કોમ્યુનીટી સેવા''યુ.એસ.ના સાન જોસ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારોને ભોજન પુરૃ પાડવાની સેવા કરતી સંસ્થા કોમ્યુનીટી સેવાનો સૌપ્રથમ વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ ૨૨ સપ્ટેં.ના રોજ મિલપિટાસ કેલિફોર્નિયા મુકામે યોજાઇ ગયો. જેમાં ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું.

કોમ્યુનીટી સેવાના ફાઉન્ડર શ્રી નાથન ગણેશન ઘરવિહોણા લોકોને છેલ્લા પાંચ વર્ષથી પિઝા, સેન્ડવીર, સહિતની ભોજન સામગ્રી પુરી પાડતા હતા. જેમાં અન્ય વોલન્ટીઅર્સનો સાથ મળતા પ્રવૃતિના વિસ્તાર માટે આ ફંડરેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો હતો. જે દરમિયાન ઇન્ડિયન અમેરિકન એકટીવિસ્ટ શ્રી મહેશ નિહાલાનીને ''ટ્રિ ઓફ લાઇફ'' એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બહાર પડાયેલા અહેવાલ મુજબ સાન ફ્રાન્સિસ્કોના સમૃધ્ધ ગણાતા સિલીકોન વેલ્લી વિસ્તારમાં ૭૫૦૦ જેટલા ઘર વિહોણા લોકો વસે છે. જેઓને વીક એન્ડમાં કોમ્યુનીટી સેવાના વોલન્ટીઅર્સ ભોજૂન પુરૃ પાડવાની સેવા કરે છે જે માટે તેમને સમાજના લોકોનો સહયોગ મળે છે.

(9:18 pm IST)