Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

''કેરીંગ હેન્ડ ફોર ચિલ્ડ્રન'': ભારતના જરૃરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા કાર્યરત અમેરિકાની ચેરીટી સંસ્થાઃ લોસ એન્જલસમાં યોજવામાં આવેલ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ઉપસ્થિત ૪૦૦ લોકોએ ૨ લાખ ૫૦ હજાર ડોલર ભેગા કરી દીધા

લોસ એન્જલસઃ યુ.એસ.ના લોસ એન્જલસ સ્થિત નોનપ્રોફિટ ''કેરીંગ હેન્ડ ફોર ચિલ્ડ્રન''ના ઉપક્રમે ભારતના જરૃરિયાત મંદ બાળકોના લાભાર્થે ૨૫ ઓગ.ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ઉપસ્થિત ૪૦૦ જેટલા લોકોએ ૨ લાખ ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ હતુ.

સતત ૧૨ મા વર્ષે લોસ એન્જલસ મુકામે યોજાયેલા આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં જુદી જુદી યાદગાર વસ્તુઓની હરાજી કરાઇ હતી. જેની આટલી મોટી રકમ ઉપજી હતી.

આ તકે કેરીંગ હેન્ડ ફોર ચિલ્ડ્રનના ફાઉન્ડર શ્રી વિનય છાબરાએ ઓરગેનાઇઝેશન દ્વારા ભારતના વંચિત બાળકો માટે કરાતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને અહેવાલ રજુ કર્યો હતો.જે મુજબ ઓનલાઇન શીખવાતા વિવિધ પ્રોગ્રામ વિષે માહિતિ આપી હતી. તેમજ ભારતના ૩૯૩૩ સ્ટુડન્ટસને જુદા જુદા ૨૩ પ્રોજેકટ મારફત અપાતા શિક્ષણ વિશે માહિતી આપી હતી.

(9:16 pm IST)