Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કાશ્મીર : સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક ચૂંટણી માટે મતદાન

બીજા તબક્કામાં ૫૭થી ૬૦ ટકા મતદાન થયું : સેના -અર્ધલશ્કરી દળોના ૧૦ હજાર જવાનોની મજબુત હાજરીમાં ૩૮૪ વોર્ડમાં સેંકડો પોલિંગ મથક પર મતદાન

શ્રીનગર,તા.૧૦ : જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ સ્થાનિક ચૂંટણી યોજાઈ રહી છે. આજે સ્થાનિક ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન થયું હતું. બીજા તબક્કામાં શાંતિપૂર્ણરીતે ૫૭થી ૬૦ ટકા સુધી ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. મોટાભાગે મતદાન શાંતિપૂર્ણ રહેતા તંત્રએ રાહત અનુભવી હતી. ૧.૨૮ લાખ મતદારો પૈકી ૫૭થી ૬૦ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનને ધ્યાનમાં લઇને સેના અને અર્ધલશ્કરી દળના ૧૦ હજારથી પણ વધારે જવાનો સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીમાં બીજા તબક્કામાં ૧૩ જિલ્લામાં ૩૮૪ વોર્ડોમાં  સ્થાનિક ચૂંટણી યોજાઇ હતી. આજે બીજા તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય લોકો માટે મતદાન કરવા માટેનો સમય સાત વાગ્યાથી રાખવામાં આવ્યો હતો. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક રાજકીય પક્ષોના બહિષ્કાર વચ્ચે મતદાન કરવા માટે લોકો આગળ આવ્યા હતા. સાંજે ચાર વાગે સુધી મતદાન ચાલ્યું હતું. કેટલાક વિસ્તારોમાં સેના અને કેન્દ્રિય દળોના વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાના કહેવા મુજબ સ્થાનિક ચૂંટણીના બીજા તબક્કા માટે શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી હતી. ચૂટણી પંચના કહેવા મુજબ બીજા તબક્કામાં ૧૩ જિલ્લાના ૩૮૪ વોર્ડ રહેલા છે. આજે મતદાન બાદ બીજા તબક્કામાં કુલ ૧૦૯૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામાં આવ્યું હતું. આ તમામ મતદાન વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વહીવટી તંત્રે ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા હતા. બીજી બાજુ ચૂંટણીનો બહિષ્કાર કરનાર હુરિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કામાં ૧૩મી ઓક્ટોબરના દિવસે મતદાન યોજનાર છે. આવી જ રીતે ૧૬મી ઓક્ટોબરના દિવસે ૧૩૨ વોર્ડમાં મતદાન થનાર છે. ૬૫ ઉમેદવારો બિનહરિફ ચૂંટાઇ ચુક્યા છે. જેમાં ૬૧ કાશ્મીર ખીણના છે. ખીણમાં આવા ૭૦ વોર્ડ રહેલા છે. જ્યાં મતદાન થનાર નથી. કારણ કે ત્યાં કોઇ ઉમેદવારો મેદાનમાં નથી. ત્રાસવાદીઓ લોકોને સ્થાનિક ચૂંટણીથી દુર રહેવા માટે ધમકી આપી ચુક્યા છે. હુરિયતના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આદેશ કર્યો છે. જો કે ધમકી છતા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે.

બીજા તબક્કાનુ ચિત્ર.....

         શ્રીનગર, તા. ૧૦ : જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ સ્થાનિક ચૂંટણી યોજાઈ રહી છે. આજે સ્થાનિક ચૂંટણી માટે બીજા તબક્કામાં મતદાન થયું હતું. બીજા તબક્કામાં શાંતિપૂર્ણરીતે ૫૭થી ૬૦ ટકા સુધી ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. બીજા તબક્કાનુ ચિત્ર નીચે મુજબ છે.

કુલ વોર્ડમાં મતદાન થયુ................................ ૩૮૪

કુલ મતદારો હતા.................................. ૧.૨૮ લાખ

ટકા મતદારોએ મતદાન કર્યું.............. ૫૭થી ૬૦ ટકા

બિનહરિફ જાહેર કરાયા...................................... ૬૫

વોર્ડમાં ઉમેદવાર નહીં....................................... ૭૦

બીજા તબક્કામાં ઉમેદવાર હતા..................... ૧૦૯૫

(8:49 am IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • સબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST