Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પુનામાં ૪ વર્ષની બાળાની ૬૦ ટકા જેટલી ખામીગ્રસ્‍ત ખોપરીનું સફળ ટ્રાન્સપ્લાન્ટઃ દેશમાં પ્રથમ સર્જરી

પૂના: પૂનાના ડોક્ટર્સે 4 વર્ષની બાળકીની 60 ટકા જેટલી ખામીગ્રસ્ત ખોપરીને થ્રીડાયમેન્શનલ ઈન્ડિવિઝ્યુલાઈઝ્ડ પોલીથિનલ હાડકાં સાથે સફળતાપૂર્વક રિપ્લેસ કરી છે. યુએસની એક કંપની પર્ફેક્ટ માપ લઈને ખામી હતી તેટલા ભાગનું પોલીથિનલ હાડકું તૈયાર કર્યું. સર્જરી કરનારા ડોક્ટર્સનો દાવો છે કે, ભારતમાં પ્રકારની પ્રથમ સફળ ઈમ્પલાન્ટ સર્જરી કરવામાં આવી છે.

ગયા વર્ષે 31મેના દિવસે શિરવાલ નજીક બાળકીનો કાર એક્સિડન્ટ થયો હતો જેમાં તેને ખોપરીમાં ઈજા થઈ હતી. વખતે બે મહત્વની સર્જરી કર્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. વર્ષે ડોક્ટર્સે ફરીથી તેને દાખલ કરી અને 18મેના રોજ સ્કલ ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું. બાળકીની માતાએ કહ્યું કે, “તેણે સ્કૂલે જવાનું શરૂ કરી દીધું છે અને તે તેના ફ્રેન્ડ્સ સાથે રમે પણ છે. હવે તે પહેલાની જેમ આનંદી અને ખુશમિજાજી થઈ ગઈ છે.” બાળકીના પિતા બસ ડ્રાઈવર છે અને તેઓ કોથરૂડમાં રહે છે.

શરૂઆતમાં બાળકીની સારવાર કરનારા ભારતી હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ. જીતેન્દ્ર ઓસવાલે કહ્યું કે, “અકસ્માતની અસર ગંભીર હતી. બાળકીને હોસ્પિટલ લઈને આવ્યા ત્યારે તે બેભાન હતી અને તેના માથામાંથી અતિશય લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક વેન્ટીલેટર સપોર્ટ પર મૂકવામાં આવી. CT સ્કેનમાં મગજમાં સોજો દેખાયો સાથે ખોપરીના આગળના હાડકામાં ફ્રેક્ચર થયું હતું. જેના કારણે મગજના ભાગમાં પ્રવાહી સ્ત્રાવ થતો હતો.”

ડૉ. ઓસવાલે કહ્યું કે, “બાળકીની સ્થિતિ 48 કલાક પછી પણ સુધરી નહોતી એટલે ફરીથી CT સ્કેન કરવામાં આવ્યું. જેમાં મેલિગ્નન્ટ સેરિબ્રલ એડીમા (એક એવી અસામાન્ય સ્થિતિ જેમાં મગજમાં થયેલી ઈજા જીવલેણ સાબિત થઈ શકે છે) હોવાનું બહાર આવ્યું. અકસ્માતના આઘાતની સ્થિતિ એટલી ખરાબ હતી કે મગજ મધ્યમાંથી ખસી ગયું. મેડિકલ ભાષામાં સ્થિતિને મીડલાઈન શિફ્ટ ઓફ બ્રેન કહે છે.”

(12:00 am IST)
  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST

  • સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST