Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આઇઅેઅેસ-આઇપીઅેસ પાસ થવા માટે હંમેશા પ્‍લાન અને સ્‍ટ્રેટજી બનાવીને તૈયારી કરવાથી સફળતા મળશે

સ્કૂલ કે કોલેજના સમયગાળા દરમિયાન સિલેબસ લિમિટેડ હોય છે એટલે પરીક્ષા પાસ કરવામાં મુશ્કેલી નથી પડતી. જો કે કોમ્પિટિટિવ પરીક્ષા પાસ કરવા માટે હંમેશા એક પ્લાન અને સ્ટ્રેટજી બનાવીને તૈયારી કરવી જોઈએ. અહીં કેટલીક ટિપ્સ છે જેનાથી તમે સરળતાથી તૈયારી કરી શકશો

સિલેક્શન પ્રોસેસ સમજો

નોકરી મેળવવા માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં પહેલા તમારે પરીક્ષા, સિલેક્શન પ્રોસેસ અને જે પણ ડિપાર્ટમેન્ટ કે પોસ્ટ માટે અપ્લાય કરો તે પહેલા તેના વિશે પૂરતી જાણકારી મેળવી લો. જે લોકો પરીક્ષા પાસ કરી ચૂક્યા છે તેમની પાસેથી ગાઈડન્સ લો અને ઈન્ટરનેટ પર પણ સર્ચ કરો.

પરીક્ષાની પેટર્ન અને સિલેબસ સમજો

પરીક્ષા વિશેની બેઝિક જાણકારી મળી જાય તો લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂની તૈયારીઓ શરૂ કરો. લેખિત પરીક્ષા માટે અગાઉથી પરીક્ષાનો કોર્સ પૂરેપરો જાણી લો અને સમજી લો. એટલે પરીક્ષા આવે ત્યાં સુધીમાં તમે કોર્સ પૂરો કરીને રિવિઝન કરી શકો છો.

સ્ટડી મટિરિયલ એકઠું કરો

તમને સમજાઈ જાય તે તમારે શું-શું વાંચવાનું છે તો તમારી અડધી તૈયારી તો થઈ ગઈ સમજો. હવે કોર્સને લગતું સ્ટડી મટિરિયલ ભેગું કરો. આખા સિલેબસને જુદા-જુદા સેક્શનમાં વહેંચી લો અને લખીને તૈયારી કરો. મેથ્સ માટે વધુમાં વધુ પ્રેક્ટિસ કરો અને શોર્ટ ટ્રિક્સ અપનાવો. તમે ઈચ્છો તો કોચિંગ ક્લાસિસ પણ જોઈન કરી શકો છો.

જૂના પેપર્સ ઉપયોગી

તૈયારી માટે રૂટિન બનાવો અને દરરોજ તેને ફોલો કરો. સાથે જૂની પરીક્ષાઓના પેપર સોલ્વ કરો જેનાથી ઘણી મદદ મળશે. ઘણીવાર કેટલાક કોમન સવાલો રિપીટ થાય છે. સાથે તમે પરીક્ષાની પેપર સ્ટાઈલને સમજી શકશો.

મૉક ટેસ્ટથી થશે ફાયદો

મુખ્ય પરીક્ષા પહેલા પરીક્ષા જેવો માહોલ ઊભો કરીને મૉક પ્રેક્ટિસ કરો. ધારી લો કે, પરીક્ષા 3 કલાકની છે તો તમે ઘરે 3 કલાકમાં ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનો પ્રયાસ કરો. ફોન સહિતની તમમા ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહો અને વારે વારે ઊભું પણ ના થવું. આમ કરવાથી તમને પોતાની સ્પીડની સાથે સ્ટ્રોન્ગ પોઈન્ટ અને ક્યાં નબળા છો તે માલૂમ પડશે.

આત્મવિશ્વાસ સાથે આપો ઈન્ટરવ્યૂ

ઈન્ટરવ્યૂની તૈયારી માટે દરરોજ ન્યૂઝપેપર વાંચો. સાથે અરીસામાં જોઈને બોલવાની પ્રેક્ટિસ કરો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. ઈન્ટરવ્યૂઅરના દરેક સવાલનો જવાબ આપવો શક્ય નથી પરંતુ તમે જે ડિપાર્ટમેન્ટ અને પોસ્ટ માટે અપ્લાય કર્યું છે તેના વિશેની પૂરતી જાણકારી હોય તે જરૂરી છે.

(12:00 am IST)