Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

શહેરમાં બપોર સુધીમાં ૪૬ પોઝિટિવ આજે વધુ ૮૩ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન

ગઇકાલે ૭૮ હજાર ઘરોમાં સર્વે કરાયો તેમાંથી માત્ર ૭૭ તાવ - શરદી - ઉધરસના દર્દી મળ્યા : આજ દિન સુધીમાં કુલ કેસનો આંક ૪૧૯૬એ પહોંચ્યો : ગઇકાલે ૬૧ દર્દીઓ સાજા થતા કુલ ડિસ્ચાર્જ ૨૫૯૯ થતા રિકવરી રેટ ૬૨.૬૨ ટકા થયો

રાજકોટ,તા.૧૦: શહેરમાં આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૬ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૧૯૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૨૫૯૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૨.૬૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૫૦૩૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૦ ટકા થયો  હતો. જયારે ૬૧ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૧૧,૯૮૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૫૩૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૭૦ ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, ગાર્ડન સીટી - સાધુ વાસવાણી રોડ, શિવરાજ પાર્ક - નાનામૌવા રોડ, સાધના સોસાયટી, નીલકંઠ પાર્ક, યોગી પાર્ક - કાલાવડ રોડ, રણછોડનગર - સંત કબીર રોડ, રત્નદિપ સોસાયટી - પેડક રોડ સહિતના વિસ્તારોમાં ૮૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૭૮ હજાર ઘરોનો સર્વેઃ ૭૭ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૭૮  હજાર ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૭૭ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   મ્યુ. કોર્પોરેશનની ૧૦૩૧ જેટલી સર્વેલન્સ ટીમ દ્વારા ૭૮,૫૮૨ મકાનોનો સર્વે કરાયેલ. જેમાં ૭૭ વ્યકિતઓને તાવ - શરદી - ઉધરસના લક્ષણો જણાયેલ. જ્યારે ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૦૬૦ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

સાડા ચાર લોકોનો એન્ટીજન ટેસ્ટ કરાયા

ઉપરાંત ગઇકાલે ૩૬ ટેસ્ટીંગ વાન, ધનવંતરી રથ, સંજીવની રથ  દ્વારા ગોવિંદનગર, કૈલાશધારા, શાસ્ત્રીનગર, ગાયકવાડી, રેફયુજી કોલોની, રામેશ્વર પાર્ક, કોપર ગ્રીન સીટી સહિતના વિસ્તારોમાં ૪૫૮૧ લોકોનો એન્ટી જન કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરાયેલ.

(3:19 pm IST)