Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મે સુધીમાં ૬૪ લાખ લોકો હતા સંક્રમિત

ICMRના પ્રથમ નેશનલ સીરો સર્વેનું તારણ

નવી દિલ્હી,તા.૧૧: ICMRએ આખરે લાંબા સમય બાદ રાષ્ટ્રવ્યાપી સીરો સર્વેનો ભાગ બીજો પ્રકાશિત કર્યો છે. પહેલાં રાષ્ટ્રિય જનસંખ્યા આધારિત સીરો સર્વેના પરિણામોએ સંકેત આપ્યો હતો કે ભારતમાં ૦.૭૩ ટકાથી વધારે કોરોના સંક્રમિત હતા. જે મે ૨૦૨૦ના શરૂઆતમાં કુલ ૬.૪ મિલિયન સંક્રમિતો સુધી પહોંચ્યા હતા.

જિલ્લાના ૪ ભાગમાં ૦.૬૨થી ૧.૦૩ ટકાની વચ્ચે સીરો પ્રેવલેંસ થયું હતું. ૨૨ દેશોથી મળી રહેલાં આંકડાની તુલનામાં અનુમાનિત સીરો પ્રેવલેંસ ૪.૭૬ ટકા હતું, મે ૨૦૨૦માં સ્કોટલેન્ડમાં ૦.૭૬ ટકાથી લઈને ઈરાનમાં ૨૬.૬ ટકાની વચ્ચે સીરો પ્રેવલેન્સ હતું, સર્વેના નિષ્કર્ષથી ખ્યાલ આવે છે કે ભારતમાં સમગ્ર રીતે સીરો પ્રેવલેન્સ ઘટ્યું છે. જે મે ૨૦૨૦ સુધી કોરોના સંક્રમિત વયસ્ક જનસંખ્યાના એક ટકાથી પણ ઓછું હતું.

સર્વેમાં અનુમાન કરાયું છે કે આરટી પીસીઆરથી કોરોનાના દરેક કેસની તપાસ માટે ભારતમાં ૮૨-૧૩૦ સંક્રમણ હતું. ભારતમાં કેસની સામે ટેસ્ટિંગની પ્રાથમિકતા મોટું કારણ હોઈ શકે છે. મુખ્ય જિલ્લામાં આંશિક સંક્રમણ મળ્યું હતું. ભારત મહામારીના શરૂઆતના તબક્કામાં છે અને ભારતીય આબાદીનો મોટો ભાગ પણ કોરોના સંક્રમણને માટે અતિ સંવેદનશીલ છે.

ICMR દ્વારા જાહેર કરાયેલા આંકડાના કારણે કોરોનાથી થયેલા મોત પર પણ પ્રશ્નાર્થ થયા છે. કહેવાયું છે કે ભારતમાં કોરોના મોતનો રિપોર્ટ અધૂરો છે. કોવિડ ૧૯ના પુષ્ટિ કરનારા મોતની જાહેરાત કરવા માટે જરૂરી જિલ્લામાં પરીક્ષણ સુવિધાઓ સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. અત્યારે ભારતમાં ઈન્ફેકશન ફેટેલિટી રેટ ઓછો આંકવામાં આવ્યો છે. જયારે સીરો સર્વેના પરિણામો પર આધારિત સમગ્ર IFR સાંતા કલારા કાઉંટી, યૂએસએ  (૦.૧૨-૦.૨%) ૧૬, ઈરાન (૦.૦૮-૦.૧૨%) ૨૩, બ્રાઝિલ અને સ્પેન (૧%) ૨૪, આઈએફઆરએફના રિપોર્ટની તુલનામાં ઓછો હતો.

(11:16 am IST)