Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમેરિકામાં ૧૫ ઓકટો.૨૦૧૯થી નવો પબ્લીક ચાર્જ રૂલ અમલી કરાશેઃ ટ્રમ્પ વહીવટી તંત્રની ઘોષણાં : ફેડરલ સહાય મેળવનાર ઇમીગ્રન્ટસનું કાયમી નાગરિકત્વ રદ કરી દેવાશેઃ ઓછામાં ઓછી વાર્ષિક આવક ૪૧ હજાર હશે તો જ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકાશેઃ નવી જોગવાઇ ગેરબંધારણીય તથા અમાનવીય હોવા બદલ ઠેર ઠેર દેખાવો સાથે કોર્ટમાં દાવો દાખલ

વોશીંગ્ટનઃ અમરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા સૂચવાયેલા નવા પબ્લીક ચાર્જ રૂલ વિરૂધ્ધ ભારે ઉહાપોહ થઇ રહ્યો છે. આ નવા પબ્લીક ચાર્જ રૂલ મુજબ ઇમીગ્રન્ટસ એ જો ફેડરલ સહાય લીધી હશે તો તેઓનું યુ.એસ.નું કાયમી નાગરિકત્વ રદ થઇ જશે. આ સહાય શિક્ષણ, હેલ્થ સહિત કોઇપણ ક્ષેત્રે લીધી હોય તો તેઓનું નાગરિકત્વ રદ થવા પાત્ર ગણાશે તેવી જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી દર વર્ષે એક મિલીયન જેટલા ઇમીગ્રન્ટસનું ગ્રીન કાર્ડ રદ થઇ જવાની ભીતિ સેવાઇ રહી છે.

૧૫ ઓકટો.૨૦૧૯થી અમલી બનનારા આ નવા પબ્લીક ચાર્જ વિરૂધ્ધ અમુક સ્ટેટ તથા ઓર્ગેનાઇઝેશન્શ દ્વારા લો સુટ ફાઇલ કરાયો છે તેથી કદાચ તેના અમલમાં વિલંબ થઇ શકે.

લો સુટમાં કરાયેલી રજુઆત મુજબ આ પબ્લીક ચાર્જ ગેરબંધારણીય તથા અમાનવીય છે. જેના વિરૂધ્ધ કેલિફોર્નિયાના કોંગ્રેસવુમન જયુડી ચુઇએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. ઉપરાંત નવા પબ્લીક ચાર્જની જોગવાઇ મુજબ ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર કપલની વાર્ષિક લઘુતમ આવક ૪૧ હજાર ડોલર તથા પાંચ વ્યકિતના પરિવારની ૭૩ હજાર ડોલર હોવી જોઇએ તેવા પુરાવા આપવા જરૂરી છે.

(8:08 pm IST)