Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ટાટા પાવર અને વોલ્ટાસ વચ્ચે કરાર થતા હવે એસીના ગ્રાહકોને પ૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે

નવી દિલ્હી: ટાટા પાવર અને વોલ્ટાસએ પરસ્પર એક કરાર કર્યો છે. આ કરાર મુજબ Voltas એસી ખરીદતાં ગ્રાહકોને 50 ટકાની છૂટ આપવામાં આવશે. ગ્રાહક 1, 1.5 અને 2  ટનનું એસી ખરીદતાં ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઓફર હેઠળ દરેક રેસિડેંશિયલ ગ્રાહક એસી ખરીદી શકે છે અને કોમર્શિયલ ગ્રાહક 2 એસી ખરીદી શકે છે. હાલ તેને મુંબઇમાં શરૂ કરવામાં આવી છે. ખૂબ જલદી દેશના અન્ય ભાગમાં પણ આ ઓફરનો લાભ ગ્રાહક ઉઠાવી શકશે.

જાણકારી અનુસાર મુંબઇમાં ટાટા પાવરના 7 લાખથી વધુ ગ્રાહક છે. વોલ્ટાસને આશા છે કે આ ઓફરના લીધે તેના વેચાણમાં 8 ટકાનો વધારો થશે. સાથે જ આ સ્કીમ દ્વારા એનર્જી પણ બચશે અને લોકો 5 સ્ટાર રેટિંગ પ્રોડક્ટ્સ સાથે જોડાશે. આ ઓફર 31 ડિસેમ્બર 2019 સુધી છે.

5 સ્ટાર એસી

કિંમત

TATA પાવર ગ્રાહકો માટે

 1 ટન

55,990

30,000

 1.5 ટન

68,990

35,500

 2 ટન

68,990

44,600

(5:21 pm IST)