Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમેરીકાની ચૂંટણીમાં પુતિનનો સીધો હસ્તક્ષેપ

રશીયન જાસુસનો વિસ્ફોટ ખળભળાટ સર્જે છેઃ અમેરીકી એજન્ટે ગુપ્ત અહેવાલો ઝડપી લીધાઃ દસ્તાવેજી પુરાવા

 વોશિંગ્ટનઃ અમેરિકાના ૨૦૧૬ના પ્રમુખપદના ઇલેકશનમાં રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની સીધી રીતે ભૂમિકા હતા, એવો એક ઉચ્ચર સ્તરીય ગુપ્ત અહેવાલ અમેરિકાના એજન્ટે પકડી પાડયો હતો, એમ માધ્યમોમાં કહેવામાં આવ્યું હતું.

એક વ્યકિત દાયકાઓથી અમેરિકાના ગુપ્તચરોને માહિતી આપે છે અને તે પુતિનને પણ સરળતાથી મળી શકતી હતી તેમજ તેણે રશિયન નેતાઓના મેજ પર પડેલા ઉચ્ચ સ્તરીય દસ્તાવેજોના ફોટા પણ મોકલ્યા હતા.

પરંતુ એ જાસુસને રશિયામાંથી બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો,એમ અમેરિકાના મોટા ભાગના માધ્યમોએ કહ્યું હતું.રશિયાની ચૂંટણીમાં હદ ઉપરાંતની મધ્યસૃથીની ગંભીરતાનો ઘટસ્ફોટ પછી માધ્યમોના ભય અંગે ૨૦૧૬ના અંત ભાગમાં સીઆઇએ એ શરૂઆતમાં દસ્તાવેજો પ્રકાશિત કરવાની ઓફર કરી હતી.

શરૂઆતમાં તો આ બાતમીદારે પરિવારના મુદ્દાઓને લઇ વાતનો ઇનકાર કર્યો હતો, પરિણામે એવી શંકા ઊભી થઇ હતી કે તે ટબલક્રોસ કરે છે.જાસુસ અંગે માધ્યમોની પૂછપરછ ચાલુ રહેતા મહિનાઓ પછી એજન્ટ થોડો નરમ પડયો હતો.આ બાબતે એક વ્યકિત ચર્ચામાં સામેલ હતો તેવું એક વ્યકિતને ટાંકીને એક છાપાએ લખ્યું હતું. અમેરિકન માધ્યમોના અહેવાલને સીઆઇએ એ નકારી કાઢ્યા હતા.

દરમિયાન ક્રેમલિને કહ્યું હતું કે રશિયન માધ્યમોએ શોધી કાઢેલા અને અમેરિકન જાસુસી સંસૃથાએ જેને જાસુસ ગણાવ્યો હતો તે વ્યકિત કદી પણ પ્રમુખ પુતિન સુધી જઇ શકતી જ નહતી અને તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. સૂત્રોને ટાંકીને રશિયાના એક વગદાર છાપાએ સ્ત્રોતોને ટાંકીને એક વ્યકિતને ઓળખી કાઢી હતી જેને ૨૦૧૭માં રશિયામાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી.

ક્રેમલિનના પ્રવકતાએ કહ્યું હતું કે એ વ્યકિત પ્ર મુખના વહીવટી તંત્રમાં કામ કરતી હતી, પરંતુ થોડા વર્ષો પહેલાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તો આ તરફ એક અમેરિકન ચેનલે કહ્યું હતું કે આ જાસુસ દાયકાઓથી માહિતી પુરી પાડતો હતો અને તે છેક પુતિનની ઓફિસ સુધી પણ જઇ શકતો હતો જેના ફોટા પણ એણે પોસ્ટ કર્યા હતા.તેણે રશિયન નેતાના ટેબલ પર ઉચ્ચ સ્તરીય દસ્તાવેજોના ફોટો પણ મોકલ્યા હતા.

(3:31 pm IST)