Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

૨૦ તારીખ સુધી વિક્રમ સાથે સંપર્કની કોશિષો ચાલુ રહેશે

વિક્રમના લેન્ડીંગના વિશ્લેષણ માટે મીટીંગઃ ઇસરોનું ફોકસ હવે આગામી મિશનો પર

બેગાલુરૃઃ ચંદ્રની સપાટી પર એક ખાડા પાસે પડેલા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિશો સાથે ઇસરોના વૈજ્ઞાનિકો હવે ભવિષ્યની પરિયોજના ઉપર ધ્યાન આપી રહ્યા છે.ઇસરોના વડા કે સિવને બધા વૈજ્ઞાનિકો ને આગામી પરિયોજનાઓ માટે અથાક પ્રયાસો (વર્ક ટાયરલેસલી) કરવાનું કહ્યું છે.

સિવને કહ્યું કે વર્ષે ત્રણ મહિનામાં ઘણી પરિયોજનાઓ પુરી કરવાની છે.તેના માટે દિલો જાનથી કામે લાગી જાઓ. જોકે ચંદ્ર પર સોફટ લેન્ડીંગમાં આવેલી મુશ્કેલી માટેના કારણોનું વિશ્લેષણ પણ ચાલુ છે. જેમાં વિભિન્ન રીપોટોની સમીક્ષા થશે. પણ સુત્રોનું માનવામાં આવે તે લેન્ડરના બધા ઉપકરણો જે સંકેતોને સમજીને પ્રતિક્રિયા આપે તે કેટલા સુરક્ષિત છે તે અંગે ઇસરોને કોઇ માહિતી નથી સૌર પેનલમાંથી ઉર્જા ઉત્પન્ન થવા અથવા બેટરી ચાર્જ ન થવાની સ્થિતિમાંં લેન્ડરની કોઇ પ્રણાલી ચાલી ન શકે.

ગઇ કાલે એક બયાન બહાર પાડીને ઇસરોએ કહ્યું કે લેન્ડર સાથે સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુ છે. કેટલાક વૈજ્ઞાનિકોના માનવા  પ્રમાણે ઇસરોને ખબર છે કે કઇ ફીકવંસી પર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત થઇ શકે છે.એટલે રોજ તે ફીકવંસી પર અલગ અલગ કમાંડ મોકલવામાં આવે છે.આશા સેવાઇ રહી છે કે લેન્ડર કોઇ કમાન્ડ પર પોતાની પ્રતિક્રિયા આપશે. અને સંપર્ક સ્થાપિત કરવા માટે તેમાં ત્રણ ટ્રાન્સપોન્ડર અને એક એન્ટેના છે પણ તે કેવી હાલતમાં છે તે નથી જાણવા મળતું.

ઇસરો ૨૦ સપ્ટેમ્બર સુધી વિક્રમ સાથે સંપર્કના પ્રયત્નો કરશે કેમ કે ત્યાં સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર દિવસ રહેશે અને સૂર્ય પ્રકાશ રહેશે. દક્ષિણ ધ્રુવમાં અંધારૂ થવાની સાથે જ ઉમ્મીદો પુરી થઇ જશે. આમ પણ લેન્ડરનું સોફટ લેન્ડીંગ થયુ હોત તો પણ લેન્ડર અને રોવરનું મિશન ૧૪ દિવસમાં પુરૂ થવાનું હતું.

(1:09 pm IST)