Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

૪૦૦૦ મોટર લઇ જતું તોતીંગ જહાજ પલ્ટી મારી ગયું

જહાજના કર્મચારીઓને બચાવવા અમેરીકી કોસ્ટગાર્ડના હેલીકોપ્ટરનું દીલધડક ઓપરેશનઃ આગની લપેટો વચ્ચે જહાજ કાપી જીવ બચાવ્યા

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વી તટ પાસે દક્ષિણ કોરિયાનું માલવાહક જહાજ પલટી ખાઇ ગયું હતું. જહાજને બંદર પર લોડ કરવામાં આવ્યું હતું પરંતુ થોડુંક અંતર પાર કરવાની સાથે જ એક તરફ ઝુકવા લાગ્યું હતું. ગ્લોડન રે નામનું તોતિંગ જહાજ પલટી ખાવાની સાથે જ આગ લાગી હતી. આ દ્યટના બનતાની સાથે જ અમેરિકી કોસ્ટ ગાર્ડ જહાજ પાસે પહોંચીને ચાલક દળના સભ્યોને બચાવી લીધા હતા.

કોસ્ટગાર્ડને જહાજની અંદર ચીસોનો અવાજ સંભળાતો હતો પરંતુ આગના ધુમાડાના કારણે જહાજની અંદર ઘુસવું શકય ન હતું. અમેરિકન કોસ્ટ ગાર્ડે પલટાયેલા જહાજના ટેન્કર પર જોખમી રીતે હેલિકોપ્ટર લેન્ડ કર્યુ હતુ ત્યાર પછી ચાર ક્રુ સદસ્યોની શોધ કરી હતી. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચારેય ક્રુ મેમ્બર જહાજના એન્જીન રુમમાં હતા. આગની જવાળાઓ ફેલાવાના ડર વચ્ચે બચાવકર્મીઓએ જહાજને કાપીને એન્જીન રુમ સુધી પહોંચવાનો રસ્તો તૈયાર કર્યો હતો.આ રસ્તાથી જ ક્રુ મેમ્બર્સને રાશન પૂર્તિ કરવામાં આવી હતી.

 આઠ કલાકની મહેનત પછી પ્રથમ પ્રયાસમાં બે કુ મેમ્બરને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.જયારે અન્ય સદસ્યોને વધુ બે કલાક પછી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર ગ્લોવિસ નામની કંપનીનું આ કાર્ગો શિપ ઓટો કંપનીઓની ગાડીઓનું ટ્રાન્સપોર્ટ કરતું હતું. ૭૧૦૦૦ ટન વજન ધરાવતા આ ગ્લોડન રે જહાજને ૨૦૧૭માં પ્રથમવાર દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ જહાજ અમેરિકાના બ્રુન્સવિક પોર્ટ પરથી ૪૦૦૦ ગાડીઓ લઇને રવાના થયું હતું.

(1:07 pm IST)