Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ઘાટીમાં ઘુસણખોરી કરવા 275 આતંકી તૈયાર: એલઓસી પર લૉન્ચ-પેડ્ઝ ફરીથી એક્ટિવ

લીપા, કાલુ અને કાચારબનમાં લોન્ચિંગ પેડ પર આશરે 275થી વધારે આતંકવાદીઓનો જમાવડો

નવી દિલ્હી : પાકિસ્તાન ભારતમાં સતત આતંકવાદ ફેલાવવાની કોશિશ કરી રહ્યુ છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ પાકિસ્કતાને એલઓસી પાસે આતંકી કેમ્પ ફરીવાર શરૂ કર્યા છે. આ કેમ્પમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ કેમ્પમાં 275 જેટલી જેહાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

   સાત જેટલા લોન્ચ પેડ પર આતંકવાદીઓ સક્રિય થયા છે. આ તમામ આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે અફઘાન અને પશતૂન સૈનિકોને પણ તૈયાર કરી રહ્યુ છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ પણ સરહદ પર ગતિવિધિ વધારી છે. જેથી ભારતીય સેના પણ એલર્ટ થઈ છે.

   સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીઓકેમાં જમાત-એ-ઇસ્લામી, જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે-તોઇબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓને ટ્રેનિંગ અપવામાં આવી રહી છે. જેને આતંકી સંગઠન જમાત-એ-ઇસ્લામી લીડ કરી રહ્યું છે. સૂત્રો મુજબ લીપા, કાલુ અને કાચારબનમાં લોન્ચિંગ પેડ પર આશરે 275થી વધારે આતંકવાદીઓનો જમાવડો થયો છે.

(12:01 pm IST)