Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સુરક્ષાદળોને મોટી સફળતા : મોસ્ટ વોન્ડેટ લશ્કર -એ તૈયબાનો આતંકી આસિફ ઠાર

બારામુલા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન :

શ્રીનગર : ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને ઠાર માર્યો હતો. સોપોરમાં સુરક્ષાદળો છુપાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ  પોલીસના 22 આર્મી રાઇફલ્સ (આરઆર), સીઆરપીએફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) એ વિસ્તારને ઘેરી લીધા હતા અને એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જમ્મુ કાશ્મીરના સોપોરમાં લશ્કરનો મોસ્ટ વોન્ડેટ આતંકી આસિફ ઠાર મરાયો છે. અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસને બે જવાન ઘાયલ થયા છે.. આસિફ પર સોપોરમાં ફ્રુટના વેપારી પર હુમલો અને ગોળીબાર કરવાનો આરોપ હતો. તેણે ગોળીબારમાં એક બાળકીને પણ ઘાયલ કરી હતી. ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે આતંકી આસિફનો ખાત્મો બોલાવ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે આસિફ અનેક આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં સામેલ હતો. ત્યારે પોલીસે આસિફને ઠાર કરી તેની પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ જપ્ત કર્યા

આ વિસ્તારમાં છુપાયેલા એક આતંકવાદીએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેના જવાબમાં સૈન્ય વતી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું

(11:39 am IST)