Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવું મોદી સરકારનો આગામી એજન્ડાઃ જિતેન્દ્ર સિંહ

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવો તે મોદી સરકારના ૧૦૦ દિવસની સૌથી મોટી ઉપલબ્ધિ

જમ્મુ, તા.૧૧: નરેન્દ્રભાઇ મોદી  સરકારમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ એ કહ્યું, આર્ટિકલ ૩૭૦ ને સમાપ્ત કર્યા બાદ અમારો આગામી એજન્ડા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે. જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું કે, મોદી સરકારના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસોથી સૌથી મોટી ઉપલબ્ધિમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાનો છે. તેઓએ દેશ વિરોધી કામ કરનારા લોકો અને તાકાતોને ચેતવણી આપતાં કહ્યું કે, આ માનસિકતા છે કે તમે કંઈ પણ કરીને બચી જશો. હવે તમે બચી નહીં શકો, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્ત્િ।ઓ માટે આપને કિંમત ચૂકવવી પડશે.

ઉધમપુર-કઠુઆ લોકસભા સીટથી સાંસદ જિતેન્દ્ર સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિષય પર કહ્યું કે, તે મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્ઘતા નથી પરંતુ તે ૧૯૯૪માં પીવી નરસિંહ રાવના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર દ્વારા સંસદથી સર્વસંમતિથી પાસ કરવાનો સંકલ્પ છે. આ એક સ્વીકાર્ય વલણ છે.

આર્ટિકલ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવા પર પાકિસ્તાન તરફથી શરૂ કરવામાં આવેલા દુષ્પ્રચાર અભિયાન સિંહે કહ્યું કે સમગ્ર દુનિયાનું વલણ ભારતને અનુકૂળ છે. તેઓએ કહ્યું કે, કેટલાક દેશ જે ભારતના વલણથી સહમત નથી, હવે તેઓ અમાર વલણથી સહમત છે. સિંહે કહ્યું કે, કાશ્મીરમાં સામાન્ય વ્યકિત સરકારથી મળનારા લાભોના કારણે ખુશ છે.

કેન્દ્રીય મંત્રીએ પોતાની વાતના સમર્થનમાં કહ્યું કે, કાશ્મીર ન તો બંધ છે અને ન તો કફર્યૂના ઓછાયા હેઠળ છે, પરંતુ ત્યાં માત્ર કેટલાક પ્રતિબંધો લાગેલા છે. સિંહે દેશ વિરોધી લોકોને ચેતવણી આપતાં કહ્યું કે, તેમને પોતાની માનસિકતાને બદલવી પડશે કે તેઓ કંઈ પણ કરીને સરળતાથી બચી જશે. આતંકીઓ દ્વારા સામાન્ય લોકોની હત્યા કરવા વિશે તેઓએ કહ્યું કે, તેમાં પાકિસ્તાનનો હાથ છે. તેઓએ સંવાદદાતાઓને જણાવ્યું કે, આપણે, કાશ્મીર કફયૂના ઓછાયા હેઠળ છે એન પૂરી રીતે બંધ છે, જેવા નિવેદનોની નિંદા કરવાની જરૂર છે. કાશ્મીર બંધ નથી. ત્યાં કફર્યૂ નથી. જો કફયૂ હોત તો લોોકને બહાર આવવા માટે કફર્યૂ પાસની જરૂર પડતી. તેઓએ કહ્યું કે, કાશ્મીરમાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

ઇન્ટરનેટ સેવા બંધ રાખવા વિશે જિતેન્દ્ર સિંહે કહ્યું કે, અમે ઇન્ટરનેટ સેવાને વહેલી તકે ચાલુ કરવા માંગીએ છીએ. તેના માટે પ્રયોગ રૂપે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સોશિયલ મીડિયા પર નકલી વીડિયો મૂકવામાં આવ્યા, તેથી નિર્ણયની ફરીથી સમીક્ષા કરવી પડી. તેઓએ વધુમાં કહ્યું કે, સરકાર આ પ્રતિબંધોને ખતમ કરવા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ હટાવવા ઈચ્છુક છે.

(10:25 am IST)
  • બપોરે ૩ વાગે લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ગુજરાત ઉપર વાદળો ગાયબ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજનો દિવસ વરસાદી માહોલ રહેશે. કાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટી જશે access_time 4:15 pm IST

  • રાજકોટમાં ઓમ કમ્યુનિકેશન નામની પેઢીમાં DGGSTI : લીમડા ચોક ખાતે આવેલા આલાપ બી માં ત્રીજા માળે ટીમ ત્રાટકી ભર બપોરથી તપાસનો ધમધમાટ ચાલુ access_time 7:23 pm IST

  • લશ્કરનો ટોપ આતંકી આસિફ ઠારઃકાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે : લશ્કરનો ટોપ આતંકી આસિફને ઠાર કરવામાં આવ્યો : સોપોરમાં થયેલા આ એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારી પણ ઇજા પહોંચી છે જાણવા મળી રહ્યું છે કે આતંકી આસિફ સોપોરમાં અનેક નાપાક ગતિવિધઓમાં સામેલ રહ્યા છે access_time 11:28 am IST