Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્નીનું લંડનમાં લાંબી બીમારી બાદ નિધન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝનું આજે મંગળવારે નિધન થયું છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રેસિડન્ટ શેહબાઝ શરીફ અને તેમના પુત્ર હુસૈન નવાઝે આ સમાચારની પુષ્ટિ કરી છે કે, કુલસુમે લંડનની ક્લિનિકમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. બેગમ કુલસુમ નવાઝ લંડનના હર્લે સ્ટ્રીટ ક્લિનિકમાં ગત જૂન 2017થી સારવાર લઇ રહ્યા હતા.

(8:29 pm IST)