Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

અમેરિકામાં ભયાનક ચક્રવાત 'ફલોરેન્સ'નો ખતરો : ૧૦ લાખ લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ

એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરમાં હરિકેન્સ અને ટાઇફુન્સ ચક્રવાત ટોચ ઉપર

વોશિંગ્ટન તા. ૧૧ : અમેરિકાના પૂર્વીય તટ પર પશ્યિમ એટલાન્ટિક મહાસાગરમાં કેન્દ્રીત થયેેલ ઉષ્ણકટીયબંધીય ચક્રવાત ફલોરેન્સ ભયાનક હરિકેનમાં પરિવર્તિત થઇને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાથી અમેરિકામાં સાઉથ કેરોલિના સરકારે ૧૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થઇ જવા આદેશ કર્યો છે અને અમેરિકા પર આ ભયાનક હરિકેન ફલોરેન્સ ત્રાટકવા અંગે એલર્ટ જારી કર્યું છે. અમેરિકાના જે વિસ્તારોને ફલોરેન્સને કારણે ખતરો છે તેમાં ન્યૂજર્સી, ડેલવારે, વર્જિનિયા, નોર્થ કેલિફોર્નિયા, સાઉથ કેલિફોર્નિયા, જયોર્જિયા અને ફલોરિડાનો સમાવેશ થાય છે. આ વચ્ચે પેસેફિક અને એટલાન્ટિક મહાસાગરમાં ૭ ચક્રવાત ડિપ્રેસનના સ્વરૂપમાં સક્રીય છે. હરિકેન્સ અને ટાઇફુન્સ ચક્રવાત તેમાં સળગતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. આમાના કેટલાક ચક્રવાતો રૂદ્રોસ્વરૂપ ધારણ કરી ખાનાખરાબી સર્જી શકે છે. બાકીના ચક્રવાત દરિયામાં સમાઇ જશે. આ પૈકીના બે સમુદ્રી ચક્રવાત વેસ્ટ પેસિફિક ઓસન અને બે ઇસ્ટન પેસિફિક ઓસન અને ત્રણ નોર્થ એટલાન્ટિક ઓસનમાં હયાત છે. એટલાન્ટિક ઓસનમાં ગોડ જિલ્લા વાવાઝોડુ ઉદ્ભવિ રહ્યું છે જેને લઇને અમેરિકાના કેટલાક ભાગોમાં જોરદાર વરસાદ થઇ શકે છે.

અમેરિકી હવામાન સંસ્થાએ ફોરેન્સ વાવાઝોડા સંદર્ભે આગાહી કરતા જણાવ્યું છે કે, આ તોફાનને લઇને કલાકના રર૦ કિ.મી.ની ઝડપે ભયાનક પવન ફૂંકાઇ શકે છે. નોર્થ કેરોલીનાના જાણીતા પ્રવાસન આઉટર બેન્કસ સહિત કેટલાય વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. સાઉથ કેરોલિનાના ગવર્નર હેનરી મેકમાસ્ટરના જણાવ્યા અનુસાર ફલોરેન્સ એક ભયાનક ચક્રવાત છે.

આથી આ બાબતે કોઇ ચાન્સ લઇ શકાય નહીં. તટિય વિસ્તારોમાં વસતા લોકોએ પોતાના ઘર ખાલી કરવાનું ફરજિયાત છે વૈકલ્પિક નથી.

એટલું જ નહીં ચક્રવાત ફલોરેન્સને કેટેગરી-૪નું તોફાન ગણાવવામાં આવી રહ્યું છે. જે વીતેલા દાયકાનું સૌથી તેજ હરિકેન બની શકે છે. ફલોરેન્સનેે લઇને ભારે વરસાદ અને પ્રચંડ પૂરની આગાહી કરવામાં આવી છે. વર્જિનિયામાં કટોકટી જાહેર કરવામાં આવી છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર હરિકેન ફલોરેન્સ મંગળ અને બુધવારે બરમુુડા અને બહામાસ પરથી પસાર થશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ફલોરેન્સ ભયાનક રીતે ખતરનાક સાબિત થઇ શકે છે. અધિકારીઓની જવાબદારી છે કે હરિકેનના રસ્તામાં આવતા તમામ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવે.

નોર્થ અને સાઉથ કેરોલિના સહિત સમગ્ર પૂર્વીય તટ પર વસતા લોકોને આ તોફાનનો ખતરો છે. સુરક્ષાના તમામ ઉપાયો જરૂરી છે. ટ્રમ્પે તોફાનને લઇને મિસીસીપીમાં યોજાનારી રેલી રદ કરી છે.

હાલ આ ચક્રવાતી તોફાનને કારણે કલાકના ૭પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે. આ તોફાન એટલાન્ટિક મહાસાગરમાં ૭પ૦ માઇલની સફર કરીને બર્મુડા ટ્રાયંગલના દક્ષિણ-પૂર્વથી પસાર થઇ રહ્યું છે. મોનિટરિંગ સેન્ટર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કેે હરિકેન ફલોરેન્સ આ અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ કેલિફોર્નિયાથી સેન્ટ્રલ એટલાન્ટિક સુધીના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે.

(4:08 pm IST)
  • અમદાવાદમાં એન્ટ્રી ઓપરેટરોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડાનો મામલો:વધુ રૂ.9 કરોડ રોકડ મળી :કુલ 19 કરોડની રોકડ રકમ ITએ કબજે કરી access_time 12:57 am IST

  • આણંદ:અમુલના ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ: મોગર ખાતે નવનિર્મિત અદ્યતન ચોકલેટ પ્લાન્ટનું ઉધઘાટન પ્રધાનમંત્રી કરે તેવી શક્યતા: 31 ઓક્ટોમ્બરે પ્રધાનમંત્રી આણંદની મુલાકાતે આવે તેવી સંભાવના :આગામી સપ્તાહમાં કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ શકે છે access_time 12:08 am IST

  • સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો:પુણા બીઆરટીએસ બસ ભાજપના કાર્યકરો દ્વારા સળગાવવામાં આવી હોવાનો આક્ષેપ :કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ કર્યો આક્ષેપ:દિનેશ કાછડિયાને બહાર કાઢવાની વાતથી હોબાળો:શૂરક્ષા કર્મીઓને બોલાવવા પડ્યા access_time 11:23 pm IST