Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાષ્ટ્રપતિ-વડાપ્રધાન-પ્રધાનો-સૈન્ય ઓફિસરો રહે છે ત્યાં હવાઇ હુમલાનો ખતરોઃ હાઇ એલર્ટ

નવી દિલ્હી તા.૧૧: દેશના સોૈથી સુરક્ષિત ગણાતા લુટિયન્સ ઝોનમાં હવાઇ હુમલા થવાની શકયતા છેઃ આ ખતરાને કારણે હાઇ એલર્ટ જાહેર કરાયેલ છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનો, રાજકારણીઓ, ટોચના ઓફિસરો, સૈન્ય અધિકારીઓ, ન્યાયધીશો આ વિસ્તારમાં રહે છે. ગુપ્ત ઇન્પુટ મળ્યા બાદ હાઇ એલર્ટ જાહેર કરાયેલ છે. દેશ વિરોધી તત્વો વીવીઆઇપીઓની સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે તેમ છેઃ ત્રાસવાદીઓ પેરાગ્લાઇડ, પેરાસેલ, પેરા-મોટર, અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ, એયરો, મોડેલ, માઇક્રો એરક્રાફટથી હુમલો કરી શકે છેઃ ૮૯ વીઆઇપીઓ ની સુરક્ષા ખતરાને જોતા પોલીસે ડ્રોન-પેરાગ્લાઇડ જેવી ઉડતી ચીજો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.(૧.૨૯)

(3:49 pm IST)