Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જીવનની શોધ : વૈજ્ઞાનિકોને મળ્યો બીજી દુનિયાનો અણસાર

વૈજ્ઞાનિ કોને બહારની દુનિયામાંથી આવતા તરંગો મળ્યા

બેંગ્લુરૂ તા. ૧૧ : ધરતીથી દૂર બ્રહ્માંડના રહસ્યો જાણવામાં વ્યકિતને હંમેશા રસ રહ્યો છે. આવી જ એક શોધ માટે દસ કરોડ ડોલરના ખર્ચથી ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમ 'બ્રેકથ્રૂ લિસન'ને એક મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોને બહારની દુનિયામાંથી આવતા તરંગો મળ્યાં છે. રિસર્ચર્સનું કહેવું છે કે આ તરંગો જે સોર્સમાંથી આવી રહી છે. ત્યાં જીવનની શકયતાનો ઈન્કાર ન કરી શકાય.

સોમવારે મોડી સાંજે કરવામાં આવેલી ઘોષણા અનુસાર આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સની મદદથી વૈજ્ઞાનિકોએ ૭૨ નવા ફાસ્ટ રેડિયો વિસ્ફોટ (FRBs)ની માહિતી મેળવી છે. જે FRB-121102થી આવી રહ્યાં છે. નોંધનીય છે કે આપણી આકાશગંગા 'મિલ્કી વે'થી ગેલેકસી આશરે ૩ અબજ પ્રકાશ વર્ષ દૂર છે.

તમને જણાવી દઈએ કે FRB-121102ની ઓળખને લઈને પહેલી જાહેરાત ગત વર્ષે થઈ હતી. આ શોધનો શ્રેય યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના પોસ્ટ ડોકટરલ રિસર્ચર ડો. વિશાલ ગજ્જરને જાય છે. ડો. વિશાલ મૂળ ગુજરાતના છે. ફાસ્ટ રેડિયો બર્સ્ટ અથવા FRBs હકીકતમાં માત્ર સંક્ષિપ્ત અવધિની (માત્ર મિલી સેકન્ડ્સમાં) દૂર આકાશગંગાઓથી આવતી રેડિયો તરંગ હોય છે. પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં પાકર્સ ટેલિસ્કોપથી પકડવામાં આવ્યા હતાં. જેના પછી દુનિયાભરમાં અનેક રેડિયો ટેલિસ્કોપ દ્વારા FRBs ઓળખવામાં આવી હતી.

સોમવારે 'બ્રેકથ્રુ લિસન' તરફથી જણાવવામાં આવ્યું કે, 'એક વિસ્ફોટ(તરંગોની રીલિઝ) દરમિયાન વધારે FRBsની ઓળખ થઈ' જેની વિપરીત FRB-121102 જ એકલી એવી ગેલેકસી છે. જયાંથી વારંવાર તરંગો નીકળી રહ્યાં છે. ૨૦૧૭માં 'બ્રેકથ્રુ લિસન'ના જાપ્તા હેઠળ વેસ્ટ વર્જિનિયામાં ગ્રીન બેંક ટેલિસ્કોપ (GBT)ની મદદથી કુલ ૨૧ બર્સ્ટની ઓળખ થઈ શકી છે.

'બ્રેકથ્રુ ઇનિશિએટિવ'ના ડિરેકટર પીટ વોર્ડને કહ્યું કે નવા કેસને લઈને ડેટાબેઝ અપડેટ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે,'સ્પેસની સૌથી વણઉકેલ્યા ઉખાણાંમાંથી એક વિશે આપણા જ્ઞાનમાં વધારો થયો છે.' ગત વર્ષે ડો.વિશાલના નેતૃત્વમાં પાંચ કલાકના જાપ્તા પછી FRB-121102ની ઓળખ થઈ હતી. લિસન સાયન્સની એક ટીમે નવું પાવરફુલ મશીન લર્નિંગ અલગોરિધમ પણ વિકસિત કર્યું છે. જેણે બીજીવાર ૨૦૧૭ના ડેટાબેઝનું વિશ્લેષણ કર્યું છે. ૭૨ નવા FRBની શોધ કરી હતી.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવા FRBsની જાણ થવાથી એ સમજવામાં મદદ મળશે કે આ રહસ્યમયી  સ્ત્રોત કેટલા પાવરફુલ છે. અલ્ગોરિધમ વિકસિત કરનાર રિસર્ચ સ્ટૂડન્ટ ગેરી ઝાંગે કહ્યું કે રેડિયો ટ્રાન્ઝિસ્ટની ભાળ મેળવવા માટે આ તો હજુ શરુઆત છે. એવી આશા છે કે આગળ જતાં અનેક સિગ્નલ્સ પકડી શકાશે. FRBsને સમજવાની સાથે જ બ્રેકથ્રુ લિસન આપણી ચારેબાજુ ફેલાયેલા બ્રહ્મ ાંડને પણ સમજી શકાશે.(૨૧.૧૧)

(12:06 pm IST)
  • ઈટલીના શહેર કોમોમાં વિચિત્ર ઘટના થિયેટર તોડતા મળ્યા અબજોના સિક્કા : ઈટલીના શહેર કોમોમાં એક વિચિત્ર ઘટના બની હતી. કોમોમાં આવેલા એક થિએટરનું જયારે ડિમોલેશન ચાલી રહ્યું હતું ત્યારે અબજોના સોનાના સિક્કા થિએટરની નીચેથી મળી આવ્યાં હતાં. આ સિક્કા એક ઘડામાં ભરાયેલાં હતાં આ સિક્કાઓની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટ મુજબ અબજોમાં હોય શકે છે. આ રોમન સિક્કાઓને પૂરતી ખરાઈ કર્યા પછી મ્યૂઝિયમમાં રાખવામાં આવશે. access_time 4:03 pm IST

  • ગણપતિ ની મૂર્તિ લાવતા યુવાનો ને લાગ્યો કરંટ:નવસારી દશેરા ટેકરી વિસ્તારના યુવાનો લઈને આવી રહ્યા હતા મૂર્તિ:રેલ રાહત કોલોનીના ત્રણ યુવાનોને લાગ્યો કરંટ:એક યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો:વિશાળકાય મૂર્તિનો હાથ ડી.પી માં અડી જતા લાગ્યો કરંટ:જિલ્લા કલેકટર ના જાહેરનામા નો સરેઆમ થઈ રહ્યો છે ભંગ:22 ફૂટ ઊંચી વિશાળકાય મૂર્તિ લાવી રહેલા યુવાનોને લાગ્યો કરંટ access_time 11:23 pm IST

  • રાજકોટના કારણપરા પાસે સોની વેપારીના થેલાની લૂંટ:બાઇક સવાર લૂંટારુઓ થેલો આંચકી લૂંટી ફરાર :જામનગરના સોની વેપારીના આંગડિયાનું કામ કરતા મહેશ ભાઈ સાથે ઘટી ઘટના: કરણપરા પાસે ફિલ્મીઢબે લૂંટની ઘટનાથી સોની વેપારીઓમાં ભયનો માહોલ છવાયો access_time 12:04 am IST