Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

...તો ૫૦માં ડીઝલ, ૫૫માં મળશે પેટ્રોલઃ ગડકરી

દુર્ગ તા. ૧૧ :  ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રિય પીડબલ્યુડી મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ ફેકટરી બનાવી રહી છે, જેની મદદથી ડીઝલ ૫૦ રૂપિયામાં અને પેટ્રોલ માત્ર ૫૫ રૂપિયામાં મળી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને પગલે મોદી સરકારની ભારે ટીકા થઈ રહી છે. સતત વધતા ભાવોને પગલે કોંગ્રેસે સોમવારે 'ભારત બંધ'નું એલાન પણ આપ્યું હતું.

 

છત્તીસગઢના દુર્ગમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગડકરીએ ક્રૂડની સમસ્યાના સ્થાયી ઉકેલની વાત કરતા કહ્યું કે, 'અમારૃં પેટ્રોલિયમ મંત્રાલય ઈથેનોલ બનાવવા માટે દેશમાં પાંચ પ્લાન્ટ લગાવી રહ્યું છે. લાકડાની વસ્તુઓ અને કચરામાંથી ઈથેનોલ બનાવાશે, જેનાથી ડીઝલ માત્ર ૫૦ રૂપિયા અને પેટ્રોલ ૫૫ રૂપિયામાં મળી શકશે.'

મોટા પ્રમાણમાં ક્રૂડ આયાત કરવા અંગે ગડકરીએ કહ્યું કે, 'આપણે લગભગ ૮ લાખ કરોડ રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ આયાત કરીએ છીએ. પેટ્રોલની કિંમતો વધી રહી છે. ડોલરની સરખામણીએ રૂપિયો ગગડી રહ્યો છે. હું છેલ્લા ૧૫ વર્ષોથી કહી રહ્યો છું કે, ખેડૂતો અને આદિવાસી બાયોફલૂઅલ બનાવી શકે છે, જેનાથી એરક્રાફટ ઉડાવી શકાય છે. અમારી નવી ટેકનિકના દમ પર ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ઈથેનોલથી ગાડીઓ પણ ચલાવી શકાય છે.'(૨૧.૧૦)

(11:37 am IST)
  • અમદાવાદમાં ૧૬ જેટલી એએમટીએસ બસના કાચ તોડયા, જુહાપુરામાં પુતળાદહન : બંધને મિશ્ર પ્રતિસાદ, પુર્વમાં બંધ, પ્રશ્ચિમ અમદાવાદમાં નહિવત અસરઃ બંધના એલાનમાં અમદાવાદમાં બસના કાચ તોડવાના, બસો રોકી હવા કાઢવાના ૩૪ બનાવઃ ખાનપુરમાં ભાજપ કાર્યાલયને તાળુ મારવા પ્રયાસ કરાયો, ચાંદખેડા, શાહીબાગ, બોડકદેવમાં પટ્રોલપંપો બંધ કરાવ્યાઃ થલતેજમાં ટાયરો સળગાવ્યાઃ કોંગ્રેસના નેતા-ધારાસભ્યો સહિત ૨૦૦ની અટકાયત, શાળા, દુકાનો બંધ કરાવતા કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ access_time 3:28 pm IST

  • હાર્દિક પટેલે ૧૨II વાગે પારણા કરતા હોવાની વાતને ફગાવી દીધીઃ કોંગી ધારાસભ્યો-ગામે ગામના આગેવાનો હાર્દિકને ઉપવાસ છોડવા મનાવવા આવી રહ્યા છેઃ પોલીસ કોઇને પ્રવેશ કરવા દેતી નથી : લલીતભાઇ વસોયા સહિત ૩૦-૩૫ કાર્યકરો-આગેવાનો-ધારાસભ્યો જ હાર્દિકના ગ્રીન હાઉસ ખાતેના નિવાસસ્થાને છેઃ બહાર જબ્બર પોલીસ કાફલોઃ નરેશભાઇ પટેલ અમદાવાદમાં: હાર્દિકને ઉપવાસના ૧૮મા દિવસે સખ્ત નબળાઇ છેઃ એસીટોન કન્ટ્રોલમાં આવી જતા કિડની ઉપર ભય નથીઃ ધારાસભ્યોના ડ્રાઇવરોને પણ બહાર દરવાજે ઉતારી લેવાય છેઃ ધારાસભ્યને જાતે ડ્રાઇવ કરી મોટરમાં અંદર જવું પડે છેઃ ઘરમાં કોઇપણને પ્રવેશ કરવા દેવામાં આવતો નથીઃ ભારે સસ્પેન્સ access_time 3:36 pm IST

  • ગુટખા કૌભાંડના પાંચ આરોપીઓને ચાર દિવસ માટે સીબીઆઈની કસ્ટડીમાં મોકલાયા :આ આરોપીઓની છ સપ્ટેમ્બરે ધરપકડ કરાઈ હતી ;સીબીઆઈ દ્વારા તામિલનાડુમાં પાંચ જગ્યાએ દરોડા પાડયા હતા:વિશેષ ન્યાયાધીશ થિરુનીલ્લા પ્રસાદે એજન્સીની અરજી સ્વીકારી કસ્ટડીમાં લેવા આદેશ આપ્યો access_time 1:15 am IST