Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ભારત બંધની કોંગ્રેસ શાસિત પંજાબમાં વ્યાપક અસર દેખાઈ : ચંડીગઢમાં દેખાવો :પોલીસ અને કોંગ્રેસના કાર્યકરોમાં ઘર્ષણ

ચંદીગઢ :પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાનની કોંગ્રેસ શાસિત પંજાબમાં પણ વ્યાપક અસર જોવા મળી હતી પંજાબના ચંદીગઢમાં ભારત બંધના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યો છે. બંધના સમર્થનમાં કોંગ્રેસ નેતા પવન બંસલે દેખાવો કર્યો હતો.

 કોંગ્રેસના કાર્યકરો દુકાન બંધ કરાવવા નીકળ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દુશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ ડીઝલની કિંમતના વધારામાં સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પંજાબમાં કોંગ્રેસનું શાસન છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધની અસર પંજાબમાં પણ દેખાઈ હતી

(7:55 pm IST)