Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોદી પ્રધાનમંડળમાં ઉત્તમ કાર્યવાહીમાં ટોચના પાંચ પ્રધાનો કોણ ? સી વોટરનો નવીનતમ સર્વે

મોદી પ્રધાનમંડળમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ૨૨ ટકા વોટ સાથે સર્વેમાં પ્રથમ નંબર પર

નવી દિલ્હી :  સી વોટર સર્વેમાં મોદી સરકારના ઓલટાઈમ ટોપ ૫ પ્રધાનમંત્રીઓ માટે જનતાનો મત માગવામાં આવ્યો હતો. જેમાં નરેન્દ્રભાઈ મોદી ૪૪.૫ ટકા વોટ સાથે ટોપ પર રહ્યા હતા. મોદી પ્રધાનમંડળમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ૨૨ ટકા વોટ સાથે સર્વેમાં પ્રથમ નંબર  પર રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ આ લિસ્ટમાં ૨૦ ટકા વોટ સાથે બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ૧૭ ટકા વોટ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે. વિદેશ મંત્રી એસ.જયશંકરને દેશની જનતાએ ૫ ટકા વોટ સાથે ચોથુ સ્થાન આપ્યું છે, જ્યારે પાંચ ટકા મત સાથે સ્મૃતિ ઈરાનીને પાંચમું સ્થાન મળ્યું છે.

(12:16 am IST)