Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

યુપીના બાંદા નજીક યમુના નદીમાં મુસાફરોથી ભરેલી નાવ પલટી જતાં ત્રણ લોકોના મોત : 17 લોકો લાપતા

મૃતકોમાં 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ : બચાવ કામગીરી કરતી ટીમ લોકોને બચાવવામાં લાગી

ઉત્તર પ્રદેશના બાંદામાં ગુરુવાર 11 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ એક મોટી દૂર્ઘટના ઘટી છે. ફતેહપુરથી મરકા તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બોટ યમુનામાં પલટી ગઈ હતી. બાંદા પોલીસે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. હજુ પણ 17 લોકો ગુમ છે, જેમના માટે બચાવ ટીમ કામે લાગી છે. હથનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીના વધુ પડતા પ્રવાહને કારણે બચાવ કામગીરી કરતી ટીમ લોકોને બચાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

બાંદાના એસપી અભિનંદને જણાવ્યું કે, ઝડપી ફુકાતા પવનના કારણે નાવ પલટી ગઈ હતી. અત્યારસુધી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર નિકાળી લેવામાં આવ્યા છે. જોકે, ત્રણ લોકોના મોત થયા છે, જેમાં 2 મહિલા અને એક બાળક છે.

જણાવી દઈએ કે, આખો મામલો મરકા પોલીસ સ્ટેશન નજીક યમુના નદીનો છે. જેવી જ હોડી નદીની વચ્ચે પહોંચી ઝડપી ફૂકાઈ રહેલા પવનના કારણે અનિયંત્રિત થઈ ગઈ અને પલટી ગઈ હતી. નદી કિનારે ઉભેલા લોકોએ જ્યારે આ દ્રશ્ય દેખ્યો તો બને તેમ ઝડપી પોલીસને સૂચના આપતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ દૂર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

 

(11:36 pm IST)