Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સેન્સેક્સમાં ૫૧૫, નિફ્ટીમાં ૧૨૪ પોઈન્ટનો ઊછાળો

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, બેન્કિંગ શેરોમાં મજબૂત ખરીદીઃ એક્સિસ બેન્ક સૌથી વધુ ૨.૭૫ ટકા વધ્યો ઃ બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, ટેક મહિન્દ્રાના શેરમાં પણ વધારો

મુંબઈ, તા.૧૧: ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, બેક્નિંગ અને નાણાકીય શેરોમાં મજબૂત ખરીદી અને વિદેશી ભંડોળના સતત પ્રવાહને કારણે સેન્સેક્સ ગુરુવારે ૫૧૫ પોઈન્ટ વધીને ૫૯,૦૦૦ના આંકને પાર કરી ગયો હતો. BSEનો ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૫૧૫.૩૧ પોઈન્ટ અથવા ૦.૮૮ ટકાના વધારા સાથે ૫૯,૩૩૨.૬૦ ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૦.૭૧ ટકાના ઉછાળા સાથે ૧૨૪.૨૫ પોઈન્ટ્સ વધીને ૧૭,૬૫૯ પર બંધ થયો હતો.

સેન્સેક્સ શેરોમાં એક્સિસ બેક્ન સૌથી વધુ ૨.૭૫ ટકા વધ્યો હતો. બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, ટેક મહિન્દ્રા, વિપ્રો, એસબીઆઈ, ટીસીએસ અને ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં પણ વધારો થયો હતો.

બીજી તરફ આઈટીસી, એનટીપીસી, એચયુએલ, ભારતી એરટેલ, મારુતિ અને નેસ્લે ઈન્ડિયાના શેર ઘટીને બંધ થયા હતા. અન્ય એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગસેંગ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી વધ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ખોટમાં હતો. તે જ સમયે, યુરોપના મુખ્ય બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. વેપારીઓના મતે, વૈશ્વિક બજારોમાં ખાસ કરીને યુએસ માર્કેટમાં અને બાદમાં એશિયન બજારોમાં મજબૂત વલણને કારણે સ્થાનિક બજારોમાં વૃદ્ધિને ટેકો મળ્યો હતો.

શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) મૂડી બજારમાં ચોખ્ખા ખરીદદાર હતા. તેમણે બુધવારે રૃ. ૧,૦૬૧.૮૮ કરોડના શેર ખરીદ્યા હતા.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૨ ટકા વધીને ૯૮.૩૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

 

(9:59 pm IST)