Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કાળા જાદુની વાતો કરીને વડાપ્રધાન પદની ગરિમાં ઘટાડવાનું બંધ કરોઃ રાહુલ ગાંધીનો મોદી પર પલટવાર

રાહુલનું ટવીટ, વડાપ્રધાન પદની ગરીમાં ઘટાડવાનું બંધ કરો અને તમારા કાળા કામો છુપાવવા માટે કાળા જાદુ જેવી બેહુદી વાતો કરી લોકોને ગેરમાર્ગે ન દોરો વડાપ્રધાન

નવી દીલ્‍હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કરાયેલ કાળા જાદુની વાત પર પલટવાર કરતા કહ્યું કે આવી બેહુદી વાતો કરીને તેમણે વડાપ્રધાન પદની શોભા ઘટાડવાનું બંધ કરવું જોઇએ.

કોંગ્રેસ દ્વારા ૫ ઓગષ્‍ટે કાળા કપડા પહેરીને ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવા બાબતે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કાળા જાદુમાં માનતા લોકો  જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ નહી થઇ શકે. આના પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનને દેશમાં મોંધવારી કે બેરોજગારી નથી દેખાતી.

રાહુલે હિંદીમાં ટવીટ કરતા લખ્‍યું ‘‘વડાપ્રધાન પદની ગરિમા ઘટાડવાનું બંધ કરો અને તમારા કાળા કામો છૂપાવવા માટે કાળા જાદુ જેવી બેહૂદી વાતો કરીને લોકોને ગેર માર્ગે ના દોરો વડાપ્રધાનજી''

પાણીપતમાં ૯૦૦ કરોડ રૂપિયાના ઇથેનોલ પ્‍લાંટના વીડીઓ કોન્‍ફરન્‍સ દ્વારા લોકાર્પણ સમારોહમાં મોદીએ કહ્યું હતું, ૫ ઓગષ્‍ટે આપણે જોયુ કે કેટલાક લોકોએ કાળો જાદુ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો એવું વિચારે છે કે કાળા કપડા પહેરવાથી તેમની હતાશા ખતમ થઇ જશે. પણ તેમણે ખબર નથી કે આવા કાળા જાદુથી તેઓ લોકોનો વિશ્વાસ પાછો નહી મેળવી શકે.

(4:12 pm IST)