Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વિદેશી વિનિમયના સતત પ્રવાહથી બજાર ઊંચકાયું

સેન્સેક્સમાં ૨૨૫, નિફ્ટીમાં બાવન પોઈન્ટનો ઉછાળો : વૈશ્વિક બજારોના મજબૂત સંકેત મળ્યા : વૈશ્વિક બજારોની પીછેહઠથી સોના અને ચાંદીમાં તીવ્ર તેજી ઉપર બ્રેક વાગી

મુંબઈ, તા. ૧૧ : વૈશ્વિક બજારોના મજબૂત સંકેતો અને વિદેશી વિનિમયના સતત પ્રવાહને કારણે શેરબજાર આજે સતત ચોથા કારોબારના દિવસે વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ .૫૯ ટકાના વધારા સાથે ૨૨૪.૯૩ પોઇન્ટ વધીને ૩૮૪૦૭.૦૧ ના સ્તર પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૫૨.૩૫ પોઇન્ટના વધારા સાથે .૪૬ ટકા ઉપર ૧૧૩૨૨.૫૦ ના સ્તર પર બંધ રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે અન્ય એશિયન બજારોમાં મજબૂત વલણ અને વિદેશી ભંડોળમાંથી સતત રોકાણ પ્રવાહના પગલે બિઝનેસ સેન્ટિમેન્ટ સુધરી રહ્યો છે.

મોટા શેરોની વાત કરીએ તો આજે જેએસડબ્લ્યુ સ્ટીલ, ઝી લિમિટેડ, એક્સિસ બેંક, બીપીસીએલ, ઈન્ડસઇન્ડ બેક્ન, આઇટીસી, એચડીએફસી બેંક, એચડીએફસી, ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટ્સના શેર લીલા નિશાન પર બંધ થયા છે. બીજી તરફ યુપીએલ, ટાઇટન, શ્રી સિમેન્ટ, સિપ્લા, ડોક રેડ્ડી, ગ્રાસિમ, બ્રિટાનિયા, ભારતી એરટેલ, ઈન્ફ્રાટેલ અને એચસીએલ ટેક લાલ નિશાન બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાર્મા, આઈટી અને રિયલ્ટી સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. જેમાં મીડિયા, પીએસયુ બેંક, એફએમસીજી, મેટલ, ખાનગી બેંક, ફાઇનાન્સ સર્વિસ, ઓટો અને બેંકનો સમાવેશ થાય છે.

આજે શેર બજાર વધારાથી શરૂ થયું હતું. સેન્સેક્સ ૩૦૫.૬૩ અંક એટલે કે .૮૦ ટકાના વધારા સાથે ૩૮૪૮૭.૭૧ ના સ્તર પર ખુલ્યો. તો નિફ્ટી .૬૪ ટકા એટલે કે ૭૨ અંકના વધારા સાથે ૧૧૩૪૨.૧૫ પર ખુલ્યો હતો.

વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે આજે ભારતીય બજારોમાં પણ સોનાં અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમસાએક્સ પર ઓક્ટોબરના સોનાંનો ભાવ .૬૩ ટકા ઘટીને ૫૪૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો હતો. છેલ્લા દિવસમાં સોનાંના ભાવમાં બીજી વખત ઘટાડો નોંધાયો છે. તો ચાંદીની વાત કરીએ તો, એમસીએક્સ પર ચાંદીના વાયદા ટકાથી ઘટીને ૭૪૭૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.

ગત સત્રમાં સોનાંની કિંમતો .૩૫ ટકા વધી હતી જ્યારે ચાંદીની ટકા એટલે કે લગભગ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉછળી હતી. શુક્રવારે સોનું લગભગ ૧૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ઘટ્યું હતું. ગત અઠવાડિયે, વૈશ્વિક સ્તરે તેજીના કારણે ભારતીય બજારોમાં સોનું ૫૬૧૯૧ રૂપિયા રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચ્યું હતું. વૈશ્વિક બજારોમાં આજે મજબૂત ડોલરને કારણે સોનાંની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો. રોકાણકારોએ અમેરિકમાં રાજકોષીય પ્રોત્સાહન યોજનાની પ્રગતિ પર નજર રાખી છે. હાલ સોનું . ટકાના ઘટાડા સાથે ૨૦૨૧.૩૨ ડોલર પ્રતિ ઓંસ પર રહ્યું જ્યારે અમેરિકી વાયદો . ટકાના ઘટાડા સાથે ૨૦૩૩.૬૦ ડોલર પર રહ્યું હતું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી . ટકા ઘટીને ૨૮.૮૧ ડોલર પ્રતિ ઓંસ પર આવી ગઈ હતી જ્યારે પ્લેટિનમ . ટકા ઘટીને ૯૭૮.૧૦ ડોલર પર આવી ગયું છે. કોવિડ ૧૯ને કારણે વર્ષે સોનાંમાં લગભગ ૩૫ ટકાનો વધારો થયો છે.

(7:26 pm IST)