Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સોનામાં ૧૪૦૦-ચાંદીમાં ૩૦૦૦ રૂ. તૂટયા

એક દિ' ભાવ સ્થિર રહ્યા બાદ ફરી ગાબડુઃ સોનાના ભાવ ઘટીને પપ,૯૦૦ અને ચાંદીના ભાવ ૬૭,૦૦૦ રૂ. થયા

રાજકોટ તા. ૧૧ : બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવો એક દિ' સ્થિર રહ્યા બાદ આજે ફરી ગાબડુ પડયું હતું. સોનામાં ૧૦ ગ્રામે વધુ ૧૪૦૦ રૂ. અને ચાંદીમાં ૩૦૦૦ રૂ. તૂટયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૪૦૦ રૂ. ઘટયા હતાં. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)નાં  ભાવ પ૭,૩૦૦ રૂ. હતા તે ઘટીને આજે બોરે ર વાગ્યે પપ,૯૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૧૪૦૦૦ રૂ. નો કડાકો થયો હતો. ગઇકાલે સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ પ,૭૩,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે પ,પ૯,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.

સોનાની સાથે ચાંદીના ભાવો પણ ઘટયા હતાં. બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૩૦૦૦ રૂ. તૂટયા હતાં. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૭૦,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૬૭,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.

અત્રે એ નોંધનીય છે કે, શુક્રવારે મોડી રાત્રે સોના-ચાંદીના ભાવો ઘટયા બાદ સોમવાારે ભાવો સ્થિર રહ્યા હતા અને આજે ફરી બન્ને કિંમતી ધાતુઓમાં ભાવો ઘટયા હતા જો કે, બન્ને કિંમતી ધાતુઓમાં સતત તેજી બાદ આ પ્રત્યાઘાતી ઘટાડો હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.

(3:30 pm IST)