Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સુશાંતસિંહ સાથે વાત નહીં થતા પિતા હતા પરેશાન : નવેમ્બરમાં રિયાને કરેલા મેસેજ

સુશાંતના પિતાએ લખ્યું ..“જ્યારે તું જાણી જ ગઇ છે કે હું સુશાંતનો પિતા છું તો વાત કેમ ના કરી. આખરે વાત શું છે?

બઇઃ સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સતત રોજબરોજ નવા-નવા ખુલાસાઓ થતા જ જઇ રહ્યાં છે. કેસની તપાસમાં CBI અને ED તેજીથી પોતાનું કામ કરી રહી છે. થોડાંક દિવસો પહેલાં બંને પક્ષો તરફથી કેટલાંક વોટ્સએપ મેસેજનાં ચેટિંગને લઇને નવી વાત સામે આવી હતી. આવી કડીમાં હવે સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તીને કરવામાં આવેલા મેસેજ પણ સામે આવ્યાં છે. આ મેસેજ નવેમ્બર 2019નાં રોજ સુશાંતનાં પિતાએ રિયાને કર્યા હતાં, જેમાં તેઓ પુત્ર સુશાંત સાથે વાત કરાવવાનું કહી રહ્યાં છે. સુશાંત સાથે વાત ન થઇ શકવા પર સુશાંતનાં પિતા પરેશાન હતાં

સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તીને મેસેજમાં જણાવ્યું હતું કે,“જ્યારે તું જાણી જ ગઇ છે કે હું સુશાંતનો પિતા છું તો વાત કેમ ના કરી. આખરે વાત શું છે? ફ્રેન્ડ બનાવીને તેની સારસંભાળ અને તેની સારવાર કરાવી રહી છે તો મારી ફરજ બને છે કે સુશાંતને વિશે સારી જાણકારી મને પણ હોય. એટલાં માટે કોલ કરીને મને તમામ જાણકારી આપ.” આ મેસેજ 29 નવેમ્બરનાં રોજ રિયાને કરવામાં આવ્યો હતો.

 

આ સાથે 29 નવેમ્બરનાં રોજ વધુ એક મેસેજ સુશાંતનાં પિતાએ શ્રુતિ મોદીને મોકલ્યો હતો કે જેમાં લખ્યું હતું કે,“હું જાણું છું કે સુશાંતના તમામ કામ અને તેને પણ તુ જ જુએ છે. તે હાલમાં કેવી સ્થિતિમાં છે. સુશાંત સાથે વાત થઇ હતી તો તે કહી રહ્યો હતો કે હું ખૂબ પરેશાન છું. હવે તું જ વિચાર કે એક પિતાને કેટલી ચિંતા હશે તેનાં પુત્ર માટે. એટલાં માટે તારી સાથે વાત કરવા ઇચ્છી રહ્યો હતો. હવે તું જ વાત નથી કરી રહી તો હું મુંબઇ જવા ઇચ્છું છું. ફ્લાઇટની ટિકિટ મોકલી દે.”

આ મેસેજથી એવો ખ્યાલ આવે છે કે સુશાંતના પિતા પોતાનાં પુત્ર સુશાંતને લઇને કેટલાં ચિંતામાં હતાં. તેઓ પુત્રની પરેશાનીને લઇને રિયા અને શ્રુતિ સાથે વાત કરવા ઇચ્છતા હતાં, જ્યારે રિયા અને શ્રુતિ બંને જણા તેમનાં કોલ અને મેસેજને નજરઅંદાજ કરી દેતા હતાં. સુશાંતનાં પિતાએ પુત્રનાં મોતનાં કેટલાંક મહીના પહેલાં એક વાર વધારે મુંબઇ પોલીસ સાથે સંપર્ક કર્યો હતો. તેઓ સુશાંત સાથે કંઇક ખોટું થયું હોવાંની આશંકા વ્યક્ત કરી રહ્યાં હતાં.

 11 ઓગસ્ટનાં રોજ આજનાં દિવસે રિયા ચક્રવર્તીની અરજી (બિહારથી મુંબઇ કેસ ટ્રાન્સફર) પર નિર્ણય કરશે. સુપ્રિમ કોર્ટ બિહાર, મહારાષ્ટ્ર, કેન્દ્ર સરકાર અને સુશાંત સિંહ રાજપૂતનાં પિતાનાં દાખલ જવાબોને આધારે નિર્ણય સંભળાવશે. સુપ્રિમ કોર્ટ જણાવશે કે આ મામલાની તપાસ મુંબઇ પોલીસ કરશે કે CBI.

(3:47 pm IST)