Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વેકસીનનું સૌપ્રથમ ટ્રાયલ મારી ઉપર કરાઇ શકે છે : ડુટેર્ટે

ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રશીયાની કોરોના રસી ઉપર ઓળઘોળ

મનીલા : ફીલીપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો ડુટેર્ટેએ કોરોનાની રસી બનાવી રહેલ રશીયાના ખુબ જ વખાણ કરતા ટ્રાયલમાં સામેલ થવા માટે પણ ઇચ્છા દર્શાવી હતી. રશીયા ફીલીપાઇન્સને કોરોના રસી આપવાનો અગાઉ વાયદો કરી ચુકયુ છે.

વિશ્વભરમાં હાલ કોરોનાની રસી બનાવવા દરેક દેશો સક્રીય છે, ત્યારે રશીયાની રસીને લઇને WHO એ શંકા દર્શાવી જણાવેલ કે ઉતાવડમાં સુરક્ષા સાથે બાંધછોડ ન થઇ જાય. જો કે ફિલીપીન્સ દ્વારા રશીયાની રસીને મંજુરી મળ્યા બાદ ઉત્પાદન પણ પોતાને ત્યાં કરવા પણ જણાવ્યું છે.

રાષ્ટ્રપતિ ડુટેર્ટે ટીવી ઇન્ટરવ્યુમાં જણાવેલ કે રશીયાની રસીનો પહેલો પ્રયોગ મારા ઉપર કરાઇ શકે છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ ફીલીપીન્સ રશીયાની રસી સાથે છે અને તે ટ્રાયલ, ઉત્પાદનમાં પણ મદદ કરશે. ફીલીપીન્સમાં ૧.૩૬ લાખ લોકો સંક્રમિત બન્યા છે.

(2:38 pm IST)