Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરોનાને કારણે છ મહિના સુધી પ્રતિકૂળ સ્થિતિ : ઇરાની પ્રમુખ રૂહાની

વર્તમાનમાં મધ્ય-પૂર્વનો આ દેશ કોરોનાનો સૌથી પ્રતિકૂળ પ્રકોપ સહન કરી રહ્યો છે

તહેરાન તા. ૧૧ : ઇરાનના પ્રમુખ હસન રૂહાનીએ ભવિષ્યવાણી કરી છે કે દેશમાં કોવિડ-૧૯ રોગચાળો આગામી છ મહિના સુધી રહેશે. વર્તમાનમાં મધ્ય-પૂર્વનો આ દેશ કોરોનાનો સૌથી પ્રતિકૂળ પ્રકોપ સહન કરી રહ્યો છે. અત્યાર સુધી ઇરાનમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ૩,૨૬,૭૧૨ અને મોતની સંખ્યા ૧૮,૬૨૭ હતી. અહીં અત્યાર સુધી કુલ ૨,૮૪,૩૨૧ દર્દીઓ ઠીક થયા છે અને ૪૦૨૨ની હાલત ગંભીર છે.

તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી આપણને કોરોના વાઇરસ સામે અસરકારક વેકિસન નથી મળતી અને એ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી થતી ત્યાં સુધી આપણે આવી સ્થિતિનો સામનો કરવો પડશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે એ સંભવ જ નથી કે ત્યાં સુધી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કામગીરીને સંપૂર્ણ રીતે રદ કરી શકાય. તેમણે જનતાથી સામાજિક સુરક્ષા પ્રક્રિયાઓનું સન્માન કરવા માટે કહ્યું હતું. તેમણે આગામી સપ્તાહ માપદંડોનું ઉલ્લંઘન કરવાવાળાની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઘોષણા કરી હતી.

(2:37 pm IST)