Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

તનાવ દુર કરવા માટે

પરીક્ષા માટે પ્રશ્ન બેંક બનાવવા સંસદીય સમીતી દ્વારા ભલામણ

નવી દિલ્હી, તા., ૧૧: શાળા અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ચિંતા-તનાવની ફરીયાદો ઉઠી છે. સામાન્ય ચિંતા શૈક્ષણીક સત્રના અંતમા઼ લેવાનાર પરીક્ષાની અનિશ્ચિતતાને કારણે છે.

માનવ સંશાધન મંત્રાલય સાથે જોડાયેલ સંસદીય સ્થાયી સમીતીની બેઠકમાં આ અંગે ચિંતા અને તનાવની સ્થિતિ સાંસદોએ અધિકારીઓને જાણકારી આપી હતી. સમીતીના અધ્યક્ષ અને ભાજપના સાંસદ વિનય સહસબુધે છાત્રોના તનાવ દુર કરવા માટે પ્રશ્ન બેંક બનાવવાનો અભિપ્રાય આપ્યો હતો.

સમીતીના અધ્યક્ષ અનુસાર રાજયની સ્કુલ બોર્ડ કે વિશ્વ વિદ્યાલયમાં દરેક ધોરણમાં ૫૦ થી ૧૦૦ પ્રશ્નોની બેંક તૈયાર કરવામાં  જેમાં આખા વર્ષનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવે. દરેક શાળા અને કોલેજોને પ્રશ્નો પસંદગી કરી શકે. આ પધ્ધતીથી નિયમીત શિક્ષણ મેળવનારા છાત્રોનો તનાવ દુર થઇ શકે છે.

(2:37 pm IST)