Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો રિકવરી રેટ 70 ટકાએ પહોંચ્યો: મૃત્યુદર 2 ટકાથી ઓછો

કોરોનાના કુલ કેસ 22,68 લાખથી વધુ : 6,39,929 સક્રિય દર્દીઓ :અત્યાર સુધીમાં 15,83,490 દર્દીઓ પુન: સ્વસ્થ થયા

નવી દિલ્હી:દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સાડા બાવીસ લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,601 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ છે,કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 871 લોકોના મોત થયા હતા. આ રીતે, ચેપથી મૃત્યુઆંક 45,257 પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં 6,39,929 સક્રિય દર્દીઓ છે.જયારે રાહત સમાચાર છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 47,747 દર્દીઓ સ્વસ્થ છે. આ સાથે, કોરોનાથી અત્યાર સુધીમાં 15,83,490 દર્દીઓ પુન: સ્વસ્થ થયા છે. દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 70 ટકા ટકા થયો છે.

કોરોના મૃત્યુ દર બે ટકાથી નીચે છે જ્યારે કોરોનાથી પુન: સ્વસ્થ થતાં લોકોની ટકાવારી વધી રહી છે, ત્યાંથી મૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું છે. હાલમાં આ દર ઘટીને 2 ટકા થયો છે. મૃત્યુ દર હવે 1.99 ટકા છે. ત્યાં 28.21 ટકા સક્રિય કેસ છે.

આઈસીએમઆરએ છેલ્લા 24 કલાકમાં 6,98,290 પરીક્ષણો કર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 2,52,81,848 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

(11:50 am IST)