Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયા તથા તેમના પત્નીને COVID-19 પોઝિટિવ

મુંબઇ તા. ૧૧ : માજી સંસદ સભ્ય અને ભાજપાના સિનિયર લિડર કિરીટ સોમૈયાએ સોમવારે ટ્વીટ કરીને જાણ કરી હતી કે તેમને અને તેમનાં પત્નીને COVID-19 પોઝિટીવ આવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપાનાં વાઇસ પ્રેસિડન્ટે ટ્વીટ કર્યું કે, 'હું અને મારી પત્ની મેધા સૌમૈયા  COVID પોઝિટીવ છીએ.'

સોમૈયાએ ઉમેર્યું કે તેઓ બંન્ને હોસ્પિટલમાં છે તથા કોરોનાવાઇરસના સંક્રમણ માટે અનિવાર્ય સારવાર લઇ રહ્યા છે . જેવા જ તેમણે આ સમાચાર શેર કર્યા નેટિઝન્સે તેમને સાજા થવા માટેની શુભેચ્છાઓ પ્રાર્થી હતી.

કિરીટ સોમૈયા ઉપરાંત પ્રણવ મુખર્જી તથા અન્ય કેટલાક યુનિયર મિનિસ્ટર્સ જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે તેમને કોરોનાવાઇરસનું સંક્રમણ લાગુ પડ્યું છે અને તેઓ સારવાર હેઠળ છે. આ લિસ્ટમાં અર્જુ રામ મેઘવાલ જે રાજય મંત્રી છે, કૃષિ રાજય મંત્રી  કૈલાશ ચૌધરી વગેરેનો સમાવેશ પણ થાય છે. તામીલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા, કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી બી શ્રીરામલુ પણ એ રાજકારણીઓ છે જેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

(11:48 am IST)